પાતાળ-લોકમાં ઈરાનનું મિસાઇલ સીટી ઘાતક ‘કામી-કાઝી’ ડ્રોન્સનો વિશાળ જથ્થો | Iran’s missile city in the underworld a huge number of deadly ‘Kamikaze’ drones

![]()
– દુનિયાનું 20 ટકા તેલ આવતું બંધ થઈ ગયું
– ઈરાને અન્ડર ગ્રાઉન્ડ મિસાઈલ સીટીનો વિડીયો પ્રસિદ્ધ કર્યો જેમાં એન્ટ-શિપ મિસાઇલ્સ અને સમુદ્રમાં પાથરેલી સુરંગો દેખાય છે
નવી દિલ્હી : ઈઝરાયલ-અમેરિકા વિરૂદ્ધ ઈરાનનું યુદ્ધ અવિરત ચાલી રહ્યું છે, તેનો તત્કાળ તો કોઈ અંત દેખાતો નથી તેવામાં ઈરાને ‘પાતાળ-લોક’માંના તેના મિસાઇલ્સ સીટીનો વિડીયો જાહેર કર્યો છે. ઈરાની સેનાએ ગુરૂવારે જણાવ્યું કે તેની પાસે ‘આત્મઘાતી’ ડ્રોન-નૌકાઓનો બહુ મોટો જથ્થો છે જે હોર્મુઝ સમુદ્રધુનિ પર તૈનાત કરવામાં આવ્યા છે. તેથી ત્યાંથી પસાર થનારા જહાજો માટે ખતરો વધી જશે.
ઈરાનના સત્તાવાર ટેલિવિઝને એક ફૂટેજ પ્રસિદ્ધ કર્યું છે જેમાં એક અધિકારી તે સીટી દર્શાવે છે. તેમાં માનવ રહિત ડ્રોન્સ, એન્ટી શિપ મિસાઇલ્સનો બહુ મોટો જથ્થો દેખાય છે. એક તસ્વીરમાં આયાતોલ્લાહ અલિ ખામેનેઈના ફોટોની નીચે ટ્રેઇલ પર રમાયેલું એક નૌસૈનિક ડ્રોન છે.
ઈરાનનાં આ નાના નાના યુએસવી ગલ્ફ ઓફ ઈરાનમાં આ પહેલાં પણ બે તેલ ટેન્કરો પર હુમલા કરી ચૂક્યા છે. તે હોર્મુઝના સાંકડા માર્ગમાંથી પસાર થવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
આ નાના યુએચવી અમેરિકા માટે માથાનો દુઃખાવો બની રહ્યાં છે.
પહેલી માર્ચે માર્શલ દ્વિપ સમુહમાં રજીસ્ટર થયેલું એન.કે.ડી. વીવાયઓએમ નામક ક્રૂડ-ઓઇલનાં ટેન્કર ઉપર ઓમાનની જળ રેખાથી ૪૪ માઈલ દૂર હુમલો કરાયો. બ્રીટનની મેરીટાઈમ ટ્રેડ ઓપરેશન્સ એજન્સીએ જણાવ્યું હતું કે, એક માનવ રહિત અતિ ઝડપી નૌકાએ તે જહાજની ‘વોટર-લાઇન’થી બરાબર ઉંચે હુમલો કર્યો તેથી એન્જિનરૂમમાં આગ લાગતાં છેવટે તે જહાજ જળમગ્ન બન્યું. આવાં બીજાં પણ જહાજો ડૂબાડી દેવામાં આવ્યાં હતાં.
આમ છતાં ઈરાને ભારતને ખાતરી આપી છે કે તે ભારતનાં જહાજોને સલામત જવા દેશે તે માટે તેણે જ્યાં સમુદ્રતટે પાથરેલી સુરંગો વચ્ચેનો સલામત માર્ગ ભારતને દેખાડી દીધો છે.



