दुनिया

મિડલ ઈસ્ટમાં કશું ભયંકર બનવાનું છે ? ટ્રમ્પે વધુ 3 યુદ્ધ જાહાજો અને 2500 મરીન્સ તૈનાત કર્યા | Is something terrible about happen in the Middle East Trump deploys 3 more warships and 2500 Marines



– ભારતની પશ્ચિમે ખેલ ખરાખરીનો બનતો જાય છે

– ડોનાલ્ડ ટ્રમ્પ હવે ભૂમિદળ પણ યુદ્ધમાં ઉતારશે ? તેમની સૌથી ખતરનાક ટુકડી ‘મરીન્સ’ તે માટે વેન્ગાર્ડ બની રહી છે

નવી દિલ્હી : મધ્ય-પૂર્વ યુદ્ધ શરૂ થયું ત્યારથી જ કેટલાકે ભવિષ્યવાણી ભાખી હતી કે આ યુદ્ધ અટકવાનું જ નથી. વાસ્તવમાં ઈઝરાયલ-અમેરિકા વિરૂદ્ધ ઈરાનનું યુદ્ધ તે ઈઝરાયલ-હમાસ અને ઈઝરાયલ હીઝબુલ્લાહ તથા ઈઝરાયલ હુથી યુદ્ધનું જ એક્ષટેન્શન છે. હવે તો તે ચરમ સીમાએ પહોંચતું જાય છે. કાલે શું થશે તે કોઈ કહી શકે તેમ નથી.

અમેરિકા કોઈપણ ભોગે ઈરાનને શરણાગત બનાવવા મથી રહ્યું છે. તો બીજી તરફ ઈરાન તેનાં ઐતિહાસિક સામ્રાજયના ખ્યાલે શરણાગત થવા તૈયાર લાગતું નથી તે લોખંડી ટક્કર આપી રહ્યું છે ત્યારે ભારતની પશ્ચિમે ખેલ ખરાખરીનો જામી રહ્યો છે.

નિરીક્ષકોને ભીતિ છે કે મિડલ ઈસ્ટમાં કશું ભયંકર બનવાનું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનના ઓઈલ એક્સપોર્ટ હબ ખર્ગ આઈલેન્ડ ઉપર પ્રચંડ હુમલો કર્યો હોવાનો દાવો કરે છે. આથી સંકેત મળે છે કે મિડલ ઈસ્ટમાં કશું ભયંકર બનવાનું છે.

એક વાત નિશ્ચિત છે કે કોઈ પણ દેશ ઉપર ઈન્ફન્ટ્રીઝ જ કબ્જો જમાવી શકે તેના વેન્ગાર્ડ તરીકે અમેરિકાએ તેના ટોચના સૈનિકો મરીન્સની ટુકડીઓ રવાના કરી છે. આ ૨૫૦૦ જેટલા મરીન્સ વાસ્તવમાં પાછળ આવનારી સેનાના વેન્ગાર્ડઝ (અગ્રીમ યોદ્ધાઓ) બની રહેવા સંભવ છે.

ટ્રમ્પે ભૂમિદળના હુમલાની તૈયારી રૂપે ત્રણ ત્રણ વિશાળ યુદ્ધ જહાજો અને તેના રક્ષક જહાજો રવાના કરી દીધાં છે. ટ્રમ્પ કોઈ મહત્વનો પ્લાન ઘડી રહ્યાં છે.

મરીન કોર્પસની ૩૧મી એક્સપીડીશનરી યુનિટ અને સમુદ્રમાંથી જમીન ઉપર હુમલા કરી શકે તેવું એમ્ફીવીયન જહાજ યુએસએસ ટ્રિમોવી મિડલ ઈસ્ટમાં રવાના કરી દીધું છે.

આ પૂર્વે તેઓએ ઈરાનને શરણાગત થવા કહ્યું પરંતુ પ્રાચીન યુગમાં એજીયન-સી ધી સિંધુ સુધીનાં સામ્રાજયની યાદો ઘૂંટતું ઈરાન શરણે થવા તૈયાર નથી. અમેરિકા કદાચ જમીની કાર્યવાહી પણ હાથ ધરે તે સંભાવનાના ભણકારા વાગે છે.

અમેરિકાના મરીન્સ સૌથી ખતરનાક યુનિટસ છે. તેઓ સમુદ્રમાંથી ભૂમિ ઉપર કે ભૂમિ ઉપરથી સમુદ્રમાં પ્રચંડ પ્રહારો કરવાની ક્ષમતા ધરાવે છે. તેઓની તાલિમ પણ ખતરનાક હોય છે. નૈસર્ગિંક કે માનવીય આપત્તિઓ સમયે સહાય કરવા માટે પણ તેઓને સઘન તાલિમ અપાય છે.

૩૧મી મરીન એક્સપીડીશનરી યુનિટ યુએસએસ દિમોલી અને મરીન સૈનિકોને લઈને જ મારાં જહાજ અત્યારે જાપાનમાં તૈનાત છે. પ્રશાંત મહાસાગરમાં સક્રિય છે.

આ સેના એક સપ્તાહમાં કે તેથી થોડા વધુ સમયમાં અરબી સમુદ્રમાં પહોંચી જશે તેથી તો ટ્રમ્પે ધમકી આપી છે કે, આગામી સપ્તાહે ઈરાન ઉપર સૌથી ઘાતક હુમલો કરવામાં આવશે. કારણ કે ઈરાને હોર્મુઝ સ્ટ્રેઈટસ બાંધી લીધી છે.

ઈરાન સાથે લેબેનોનમાં પણ માનવીય સંકટ ગંભીર બન્યું છે. ઈઝરાયલે ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ જૂથને નિશાન બનાવી હુમલા શરૂ કરી દીધા છે. તેમાં આશરે ૮૦૦ના મોત થયા છે, સાડા આઠ લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે.

મધ્ય-પૂર્વમાં વધતી તંગદિલી અને વધી રહેલી અસ્થિરતાની અસર વૈશ્વિક ઊર્જા બજાર ઉપર પડી છે. બ્રેન્ટ ક્રૂડ બેરલ દીઠ ૧૦૦ ડોલર વટાવી ચૂક્યું છે, જે ૨૮ ફેબુ્રઆરીએ યુદ્ધ શરૂ થયું ત્યારની કિંમત કરતાં ૪૦ ટકા વધુ છે.



Source link

Related Articles

Back to top button