दुनिया

કીમ જોંગ ઊન અત્યારે મંત્રણાના મૂડમાં નથી, ઉત્તર કોરિયાએ જાપાન તરફ 10 મિસાઇલ્સ છોડયા | Kim Jong Un is not in the mood for talks right now North Korea fires 10 missiles towards Japan



– ઉ. કોરિયાના સરમુખત્યારનાં બહેન કીમ યો જોંગે ચેતવણી આપી છે કે દુશ્મનો દ્વારા કરાતી ઉશ્કેરણીનું ભયંકર અને અકલ્પનીય પરિણામ આવી શકે

પ્યોગ્યાંગ : મધ્ય પૂર્વમાં જંગ જામી ગયો છે તેનો અંત ક્યારે આવશે તે કોઈ કહી શકે તેમ નથી. તેવામાં ઉત્તર કોરિયાએ દુનિયાને ફરી એકવાર આંચકો આપ્યો છે. તેણે પૂર્વ સાગરમાં જાપાન તરફ ૧૦થી વધુ બેલાસ્ટિક મિસાઇલ્સ છોડી દુનિયામાં સનસનાટી ફેલાવી દીધી છે.

દક્ષિણ કોરિયાનો જોઇન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ (જેસીએસ)ના જણાવ્યા પ્રમાણે આ મિસાઇલ્સ, શનિવાર બપોરે આશરે ૧.૨૦ કલાકે ઉત્તર કોરિયાનાં પાટનગર પ્યોગ્યાંગના સુમાન વિસ્તારમાંથી છોડવામાં આવ્યાં હતાં.

જાપાની મીડીયા આઉટલેટ, એન.એચ.કે. જો પણ જાપાનનાં સંરક્ષણ મંત્રાલયે આ હકીકતની પુષ્ટિ કરી છે તેણે જણાવ્યું હતું કે આ મિસાઇલ્સ પૂર્વ સમુદ્રમાં પડયાં હતાં. આ વર્ષના ત્રણ જ મહિનામાં ઉત્તર કોરિયાનું આ ત્રીજું પરીક્ષણ હતું.

આ પરીક્ષણનું મહત્ત્વ તે છે કે વ્હાઇટ હાઉસમાં પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ અને દક્ષિણ કોરિયાના વડાપ્રધાન કીમ મીન સીઓક વચ્ચે થયેલી અચાનક મુલાકાતના બીજા જ દિવસે થયું હતું.

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તો તેમ કહ્યું હતું કે તેઓના ઉન સાથે સારા સંબંધો છે. આ સંદર્ભમાં જોતાં તે પછી માત્ર ૨૪ કલાકમાં જ ઉત્તર કોરિયાએ કરેલા આ મિસાઇલ પ્રયોગો દર્શાવી આપે છે કે કીમ જોંગ ઊન મંત્રણાના મૂડમાં નથી.

વિશેષજ્ઞાો કહે છે કે ૯મી માર્ચે અમેરિકા અને દક્ષિણ કોરિયાએ શરૂ કરેલા ફ્રીડમ શીલ્ડ નામક યુદ્ધાભ્યાસ સામેની આ તીખી પ્રતિક્રિયા છે.

જો કે આ ફીડમ શીલ્ડ યુદ્ધાભ્યાસ ગત વર્ષની તુલનામાં અર્ધો કરી નાખવામાં આવ્યો હતો. છતાંયે ઉત્તર કોરિયા તેને તેની ઉપરનાં આક્રમણને પૂર્વાભ્યાસ સમાન જ માને છે. આ યુદ્ધાભ્યાસ શરૂ થયો ત્યારે ઉત્તર કોરિયાના સરમુખત્યારના બહેન કીમ યો જોંગે ચેતવણી આપી છે કે દુશ્મનો દ્વારા કરાતી આ અકારણ ઉશ્કેરણીનું ભયંકર અને અકલ્પનીય પરિણામ આવી શકશે.

ઉલ્લેખનીય છે કે યુવાનીમાં સૌંદર્ય સમ્રાજ્ઞાી સમાન બની રહેલાં ઊનનાં બહેન કીમ યો જોંગ જ વાસ્તવમાં અત્યારે ઉત્તર કોરિયામાં સર્વે સર્વા છે. તેઓએ જ સિંગાપુરમાં ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન કીમ જોંગ ઉન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મંત્રણા છેક છેલ્લી ઘડીયે તોડી પાડી હતી. તેઓ સંભવતઃ આ અકારણ કરાયેલાં પ્રક્ષેપાસ્ત્ર પરીક્ષણ પાછળ કારણભૂત હોઈ શકે.

સૌથી વધુ ચિંતા તો નિરીક્ષકોને તે છે કે જ્યારે અમેરિકા, મધ્ય પૂર્વમાં પૂરેપૂરૃં ખૂંચી ગયું છે ત્યારે તે તકનો લાભ લઇ ચીન તાઈવાન ઉપર હુમલો કરી બેસે તો બીજું કશું ન થાય. વિશ્વ ત્રીજાં વિશ્વયુદ્ધમાં ફસાઈ જાય. વાસ્તવમાં ઉત્તર કોરિયાને પણ મહાબલી ચીનનું પીઠબળ છે તે સર્વવિદિત છે.



Source link

Related Articles

Back to top button