गुजरात

રાંધણ ગેસમાં કાળાબજારી! થરાદમાં રસ્તા પર ‘વિરોધના રોટલા’ ટીપી કોંગ્રેસની મહિલા કાર્યકરોએ કર્યો હલ્લાબોલ | ​ Vav Tharad News Congress protests as inflation rises Gas bottle shortage


Vav Tharad News: દેશમાં સતત વધતી જતી મોંઘવારી અને રાંધણ ગેસના આસમાને પહોંચેલા ભાવો તેમજ તેની અછતના વિરોધમાં આજે થરાદ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના આગેવાનો અને મહિલા કાર્યકરોએ રસ્તા પર ઉતરી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. જે બાદ કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. 

ગેસના બાટલામાં કાળાબજારી: કોંગ્રેસ​

​આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના નેતાઓએ આરોપ કર્યો હતો કે, દેશમાં સામાન્ય જનતાને પૂરતા પ્રમાણમાં ગેસના બાટલા મળી રહ્યા નથી. જ્યાં ગેસ ઉપલબ્ધ છે ત્યાં કાળાબજારી થઈ રહી છે અને ગરીબ તથા મધ્યમ વર્ગના પરિવારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

​અનોખો વિરોધ રસ્તા પર રોટલા ઘડ્યા ​

વિરોધનું મુખ્ય આકર્ષણ મહિલા કાર્યકરોનો આક્રમક અંદાજ રહ્યો હતો,મહિલાઓએ રસ્તાની વચ્ચે લાકડા ભેગા કરી ચૂલો સળગાવ્યો હતો અને તેના પર રોટલા ઘડીને વધતી મોંઘવારી સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. મહિલાઓએ જણાવ્યું હતું કે મોંઘવારીના કારણે હવે ગેસ પર રસોઈ કરવી સામાન્ય માણસ માટે અશક્ય બની ગઈ છે.

રાંધણ ગેસમાં કાળાબજારી! થરાદમાં રસ્તા પર 'વિરોધના રોટલા' ટીપી કોંગ્રેસની મહિલા કાર્યકરોએ કર્યો હલ્લાબોલ 2 - image

પ્રદર્શનથી ટ્રાફિક જામ, વાહનચાલકોને તકલીફ

બીજી તરફ એવો પણ મુદ્દો ચર્ચાયો હતો કે કોંગ્રેસ કે કોઈ પણ પક્ષ જાહેર રસ્તા પર વિરોધ કાર્યક્રમ કરતાં હોવાથી સામાન્ય નાગરિકોને ઘણી અગવડતા ભોગવવી પડે છે. આ પ્રદર્શન દરમિયાન રસ્તા પર ભારે ટ્રાફિક જામ થયો હતો. જેથી લોકોને ઘણી હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ત્યારે દરેક પાર્ટીઓએ એ પણ સમજવાની જરૂર છે કે વિરોધ કરવો જરૂરી બને ત્યારે તેની જગ્યાની પસંદગી પણ યોગ્ય હોવી જોઈએ, લોકોની સમસ્યા ઉજાગર કરવાને બદલે લોકોને નડતર રૂપ થાય તેવી જગ્યાએ વિરોધ પ્રદર્શન ટાળવું જોઈએ.

આ પણ વાંચો: ગુજરાતમાં ગરમી વચ્ચે માવઠાની આગાહી! સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના આ જિલ્લામાં પડી શકે છે હળવો વરસાદ

આ કાર્યક્રમમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, માગીલાલ પટેલ, આંબાભાઈ નાઈ, તેમજ જિલ્લા મહિલા પ્રમુખ ગીતાબેન નાઈ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. ​રસ્તા પર વિરોધ પ્રદર્શનને પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. મામલો ઉગ્ર બનતા સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તમામ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી અને તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.





Source link

Related Articles

Back to top button