दुनिया

અમેરિકાના પ્રતિબંધ વચ્ચે ટિકટોકે એનવીડિયાની એઆઈ ચિપ્સ મેળવી | TikTok acquires Nvidia AI chips amid US ban



– એઆઈ ક્ષેત્રે આગળ વધવાની રેસ

– મલેશિયામાં ઓલાની ક્લાઉડ સાથે મળીને આધુનિક ડેટા સેન્ટર બનાવશે, એડવાન્સ એઆઈ ચિપ્સ વપરાશે 

બેઈજિંગ : વિશ્વની મોટી ટેક કંપનીઓ વચ્ચે આટફિશિયલ ઈન્ટેલિજન્સ સેક્ટરમાં આગળ વધવાની રેસ ચાલી રહી છે. અમેરિકાના પ્રતિબંધો વચ્ચે પણ ચીન અત્યાધુનિક ચિપ્સનો ઉપયોગ કરી રહી છે. વોલસ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, ચીની સોશિયલ મીડિયા એપ ટિકટોકની પેરેન્ટ કંપની બાઈટડાન્સ આટફિશિયલ ઈન્ટેલિજન્સ ચિપ્સનો ઉપયોગ કરીને વિદેશમાં વિશાળ કમ્પ્યુટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહી છે. તેઓ મલેશિયામાં ક્લાઉડ કંપની ઓલાની ક્લાઉડ સાથે મળીને આધુનિક ડેટા સેન્ટર બનાવી રહી છે. 

બાઈટડાન્સના પ્રોજેક્ટમાં ૫૦૦ એનવીડિયા બ્લેકવેલ કમ્પ્યુટિંગ સિસ્ટમ્સનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં અંદાજે ૩૬,૦૦૦ બી ૨૦૦ એઆઈ ચિપ્સ હશે. આ પ્રોજેક્ટનો ખર્ચ ૨.૫ અબજ ડોલરથી વધુ થઈ શકે છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાઈટડાન્સને વૈશ્વિક સ્તરે એઆઈ રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે જરૂરી મોટી કમ્પ્યુટિંગ ક્ષમતા આપશે. 

ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર ૨૦૨૨થી અમેરિકાએ ચીનને અદ્યતન એઆઈ ચિપ્સની સીધી નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે.

આ નિયમો હેઠળ પાવરફૂલ ચિપ્સને ચીનમાં વેચી શકાતી નથી. જેની અસર બાઈટડાન્સ, અલીબાબા અને ટેન્સેન્ટ જેવી ચીની કંપનીઓ પર પડી છે. બાઈટડાન્સ છેલ્લા કેટલાક વર્ષોથી એઆઈ આધારિત એપ્લિકેશન્સ અને ટૂલ્સ વિકસાવી રહી છે. એનવીડિયાની એઆઈ ચિપ્સનો ઉપયોગ બાઈટડાન્સને એઆઈ રેસમાં આગળ વધવામાં મદદરૂપ થશે. 



Source link

Related Articles

Back to top button