मनोरंजन
ખોસલા કા ઘોસલા પાર્ટ ટુ આગામી રક્ષાબંધન વખતે રીલિઝ થશે | Khosla Ka Ghosla Part Two will be released during the upcoming Raksha Bandhan

![]()
– શૂટિંગ પૂર્ણ, હાલ પોસ્ટ પ્રોડક્શન ચાલુ
– સીકવલમાં બોમન ઈરાની તથા રવિ કિશન પણ જોવા મળશે
મુંબઇ : કોમેડી ફિલ્મ ‘ખોસલા કા ઘોસલા’ની સીકવલ આગામી રક્ષાબંધન સમયે રીલિઝ કરાશે.
ફિલ્મનું શૂટિંગ ગત જાન્યુઆરીમાં પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે પોસ્ટ પ્રોડક્શન ચાલી રહ્યું છે. સીકવલનું સૂટિંગ પ્રશાંત ભાગિયાએ કર્યું છે. ફિલ્મમાં અનુપમ ખેર, વિનય પાઠક, રણવીર શૌરી સહિતના કલાકારો રીપિટ થઈ રહ્યા છે. આ ઉપરાંત બોમન ઈરાની અને રવિ કિશન પણ ફિલ્મની કાસ્ટમાં સામેલ છે.
થોડા સમય અગાઉ ફિલ્મનું શૂૂટિંગ ગુરુગ્રામમાં ચાલતું હતું ત્યારે સેટ પરની તસવીરો વાયરલ થઈ હતી.



