दुनिया

હવે NATO દેશો પર ઈરાનના હુમલા, ત્રણ દેશો પર ડ્રોન-મિસાઇલો ઝિંકી, ઈરાકમાં US વિમાન ક્રેશ | Iran Attacks Three NATO Nations US Military Aircraft Crashes in Iraq Amid WW3 Fears



Iran Attacks NATO Countries : અમેરિકા-ઈઝરાયલના ઈરાન પર ભયાનક હુમલા અને ઈરાનના પડોશી દેશો પર ડ્રોન-મિસાઇલો ઝિંકવાના અહેવાલો સામે આવ્યા બાદ નાટો દેશો પર હુમલાઓ શરૂ થતાં વર્લ્ડ વૉર-3ના એંધાણ દેખાઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ ઈરાન અને તેના સાથી મિલિશિયા જૂથે નાટોના સભ્ય દેશ ફ્રાન્સ, ઈટાલી અને તૂર્કેઈના સૈન્ય સ્થળો પર હુમલા કર્યા છે. આ ઉપરાંત ઈરાકમાં અમેરિકન સેનાનું વિમાન ક્રેશ થયું હોવાની પણ વિગતો સામે આવી છે. આ હુમલાના કારણે ઈરાનના અનેક દેશો સાથે સંબંધો તો બગડી ગયા જ છે. આ સાથે હવે નાટોની યુદ્ધમાં કૂદવાની સંભાવના વધી ગઈ છે. ઈરાકના કુર્દિસ્તાન સ્થિત સૈન્ય સ્થળો પર અને તૂર્કેઈના મુખ્ય એરબેઝ પર મિસાઇલો અને ડ્રોનથી હુમલા કરાયા બાદ નાટો દેશોની ચિંતા વધી ગઈ છે. આ કારણે તેના સભ્ય દેશોએ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી દીધી છે.

ઈરાકના ઈરબિલમાં ફ્રાન્સના સૈનિકનું મોત

ઈરાન સમર્થક મિલિશિયા જૂથે ઈરાકના ઈરબિલ પાસે ડ્રોનથી હુમલો કર્યો છે, જેમાં ફ્રાન્સના એક સૈનિકનું મોત થયું છે. ફ્રાન્સીસી સેનાએ કહ્યું કે, ઈરબિલથી લગભગ 40 કિલોમીટર દૂર એક ટ્રેનિંગ કેન્દ્રમાં આતંકવાદ વિરોધી ટ્રેનિંગ ચાલી રહી હતી. આ દરમિયાન ડ્રોન હુમલો થયો હતો. ઘટનામાં ફ્રાન્સીસી સેનાના અધિકારી અર્નો ફ્રેયનનું મોત થયું છે, જ્યારે છ સૈનિકો ઘાયલ થયા હોવાની વિગતો સામે આવી છે. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેનુએલે કડક શબ્દોમાં કહ્યું છે કે, આતંકવાદ વિરુદ્ધ લડી રહેલા સૈનિકો પર હુમલો ક્યારેય સ્વીકાર્ય નથી અને આ માટે જવાબદાર લોકોએ જવાબ આપવો પડશે.

આ પણ વાંચો : ડ્રોન હુમલાથી ધ્રુજી ઉઠ્યું પાકિસ્તાન! અફઘાનિસ્તાનનો દાવો- એરસ્ટ્રાઇકનો બદલો લીધો

ઈટાલીના સૈન્ય સ્થળ પર પણ હુમલા

આ ઉપરાંત ઈરાનના ઈરબિલમાં અન્ય સૈન્ય ઠેકાણા પર હુમલો થયો છે, અહીં ઈટાલીના સૈનિકો તહેનાત હતા. સૈન્ય બેઝ પર મિસાઇલ હુમલો કરતાં ભયાનક વિસ્ફોટ થયો છે. જોકે પ્રાથમિક રિપોર્ટ મુજબ આ ઘટનામાં કોઈને પણ ઈજા થઈ હોવાના અહેવાલો સામે આવ્યા નથી. સૈન્ય અધિકારીઓએ કહ્યું કે, ઈરાન સમર્થિક જૂથોએ બેઝ પર હુમલો કર્યો હોવાનું મનાઈ રહ્યું છે. આ હુમલાઓના કારણે ઈરાનમાં નાટો દેશોના તહેનાત સૈનિકો પર જોખમ વધી ગયું છે.

તૂર્કેઈના એરબેઝ પર મિસાઇલ હુમલો

ત્રીજા હુમલાની વાત કરીએ તો, તૂર્કેઈના જાણીતા ઈન્કિર્લિક એરબેઝ પર મિસાઇલ હુમલો થયો છે. નાટો માટે આ બેઝ વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્ત્વનું મનાય છે અને આ બેઝ પર અમેરિકન સેના પણ તહેનાત રહે છે. રિપોર્ટ મુજબ, નાટોની સુરક્ષા સિસ્ટમે ઈરાનની કેટલીક મિસાઇલોને હવામાં જ તોડી પાડી છે, જેના કારણે મોટું નુકસાન ટળી ગયું છે અને હાલ તેહનાત સૈનિકો સંપૂર્ણ ઍલર્ટ મોડ પર આવી ગયા છે.

અમેરિકન વિમાનનું ઈઝરાયલમાં ઈમરજન્સી લેન્ડિંગ

યુદ્ધના અન્ય અહેવાલો મુજબ વધુ એક મોટી ઘટના સામે આવી છે. યુદ્ધ વચ્ચે ઈઝરાયલના બેન ગુરિયન ઍરપૉર્ટ પર અમેરિકન સૈન્યનું કાર્ગો જેટ ઈમરજન્સી લેન્ડ થયું છે. વિમાનની પાંખને નુકસાન થયા બાદ અમેરિકન વિમાન તાત્કાલીક ઍરપૉર્ટ પર લવાયું છે. આ ઉપરાંત પશ્ચિમ ઈરાકમાં અમેરિકા સેનાનું બોઇંગ કેસી-135 સ્ટ્રેટોટેન્કર જેટ ક્રેશ થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે, વિમાનમાં છ લોકો સવાર હતા, જેમાંથી ચારના મોત થયા છે અને અન્ય બેની શોધખોળ ચાલી રહી છે. સેનાએ કહ્યું છે કે, દુશ્મન દેશે ફાયરિંગ કરતાં અમેરિકન વિમાન ક્રેશ થયું છે. આ ઉપરાંત ઈરાકમાં ઈરાન સમર્થિત જૂથોએ અમેરિકન વિમાન તોડી પાડ્યું હોવાનો દાવો કર્યો છે.

આ પણ વાંચો : ઈરાનને રશિયા-ચીનનું ખુલ્લેઆમ સમર્થન! UN સુરક્ષા પરિષદમાં અમેરિકા સામે આક્રમક ચર્ચા



Source link

Related Articles

Back to top button