दुनिया

ઇરાનના અમાનમાં 12 દિવસમાં 18 જહાજો પર હુમલો : હોર્મુઝ સમુદ્ર ધુનિ આગ સાગર બની છે | 18 ships attacked in 12 days in Aman Iran: The Sea of ​​Hormuz has become a sea of ​​​​fire



– છેલ્લા 48 કલાકમાં જ ઓછામાં ઓછાં 6 જહાજો ઉપર હુમલા થયા, સેફસી વિષ્ણુ નામક જહાજ સાથે ચાલક વિનાની નૌકા અથડાતાં આગમાં ૧નું મોત

નવી દિલ્હી : મધ્ય પૂર્વ-જંગનો તાપ દુનિયા આખીને દઝાડે છે. યુદ્ધ શરૂ તો અમેરિકાએ જ કર્યું છે. પરંતુ ઇરાને સમજી જગતની ધોરી નસ દબાવી દીધી છે. તે હોર્મુઝ સમુદ્ર ધુનિનો જળ માર્ગ બંધ કરી દીધો છે. દુનિયામાં જતાં તેમનો ૨૦ ટકા જથ્થો અહીંથી પસાર થાય છે. અહીંથી પસાર થતાં જહાજો ઉપર ઇરાન હુમલા કરે છે. છેલ્લા ૧૨ દિવસમાં ૧૮ જહાજો ઉપર તેણે હુમલા કર્યા છે. છેલ્લા ૪૮ કલાકમાં જ ઓછામાં ઓછાં છ જહાજો ઉપર તેણે હુમલા કર્યા છે.

યુકેની સમુદ્રીય એજન્સી મેરિટાઇમ ટ્રેડ ઓપરેશન અને સમુદ્રીય જાસૂસી કંપની વેન્ગાર્ડના રીપોર્ટ પ્રમાણે ગલ્ફ વિસ્તારમાં છેલ્લા ૪૦ કલાકમાં છ જહાજો ઉપર ઇરાને હુમલા કર્યા છે. આ રીતે જોતાં યુદ્ધ શરૂ થયા પછી હજી સુધીમાં ૧૨ દિવસમાં ૧૮ જહાજો ઉપર હુમલા થયા છે.

બુધવારે મોડી રાત્રે ગલ્ફની ઉપરના ભાગમાં ઇરાકના જળ વિસ્તારમાં બે ટેન્કરોમાં આગ લાગી હતી. તેથી સમુદ્ર ઉપર આગ લાગી હોય તેવું લાગતું હતુ. આ અંગે મેરીટાઈમ ટ્રેડ ઓપરેશન્સે જણાવ્યું કે તે જહાજોને કાઈ અજ્ઞાાત પ્રોજેક્ટાઈલથી નિશાન બનાવવામાં આવ્યાં હતાં.

અમેરિકાની કંપનીની માલિકીમાં જહાજ સેફસી વિષ્ણુ સામે વિસ્ફોટક ભરેલી ચાલક વગરની ઝડપી બોટ અથડાવવામાં આવી હતી તે અથડાતાં વિસ્ફોટ થયો અને જહાજમાં આગ પણ લાગી તેથી એક ભારતીય નાવિકનું મૃત્યુ પણ થયું હતું. આ સંસ્થા જણાવે છે કે ૧લી માર્ચથી હજી સુધીમાં ગલ્ફ ઓફ ઇરાન સ્ટ્રેઇટર ઓફ હોર્મુઝ અને ગલ્ફ ઓફ ઓમાનમાં કુલ મળી ૨૦થી વધુ સમુદ્રીય ઘટનાઓ બની છે. તેમાં કોઈ દેશનાં જહાજોએ નિશાન બનાવવાને બદલે કોઈપણ દેશમાં જહાજોને નિશાન બનાવી વ્યાપક સમુદ્રીય ઉથલ પાથલ કરવાની ઇરાનની નેમ છે અને તે અભિયાનના ભાગરૂપે આ બધું થઇ રહ્યું છે.



Source link

Related Articles

Back to top button