गुजरात

MSUની ટેકનોલોજી ફેકલ્ટીમાં પરીક્ષાના આગલા દિવસે અધ્યાપકોએ પેપર સેટ કર્યા | Professors set papers the day before the exam at MSU’s Faculty of Technology



Vadodara M S University : એમ.એસ.યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે એક મહિના પહેલા ગાઈડ લાઈન જાહેર કરીને ફેકલ્ટીઓને પરીક્ષાનું ટાઈમ ટેબલ એક મહિના પહેલા જાહેર કરવા માટે ટકોર કરી હતી. જેથી વિદ્યાર્થીઓેને પરીક્ષાની તૈયારી માટે અને અધ્યાપકોને પેપર સેટ કરવા માટે પૂરતો સમય મળી રહે.

 જોકે આ ગાઈડ લાઈનનો અમલ કાગળ પર જ રહે તેમ લાગે છે. કારણકે ટેકનોલોજી ફેકલ્ટીમાં આજથી શરૂ થયેલી એટીકેટીની પરીક્ષાઓ માટે અધ્યાપકોને પેપર સેટ કરવા માટે ત્રણ દિવસ પહેલા જ ઓર્ડર આપવામાં આવ્યા છે અને આજની પરીક્ષાના પેપરો ગુરૂવારની રાતે અધ્યાપકોએ સેટ કર્યા હોવાની જાણકારી સામે આવી છે.

 મળતી વિગતો પ્રમાણે ટેકનોલોજી ફેકલ્ટીમાં અધ્યાપકોનું કન્વેયન્સ એલાઉન્સ બંધ કરી દેવાયું છે અને તેના કારણે અધ્યાપકોએ પેપર સેટ કરીને યુનિવર્સિટી હેડ ઓફિસે જઈને જમા કરાવવાનો ઈનકાર કર્યો હતો અને યુનિવર્સિટીને જાતે વ્યવસ્થા કરી લેવા માટે કહ્યું હતું. આ બાબતે ફેકલ્ટી ડીને અધ્યાપકો સાથે વાતચીત કરી હતી અને એલાઉન્સ બાબતે યુનિવર્સિટીના અધિકારીઓ સાથે મળીને સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેકનિકલ એજ્યુકેશનમાં રજૂઆત કરવાની ખાતરી આપી હતી.

 એ પછી અધ્યાપકો આજનું પેપર સેટ કરવા માટે સંમત થયા હતા. ગુરૂવારે રાત્રે અધ્યાપકોએ પેપરો જમા કરાવ્યા હતા. ફેકલ્ટી દ્વારા પરીક્ષા વિભાગને પેપર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ ગુરૂવારે રાત્રે પેપર પરીક્ષા વિભાગ પાસે પહોંચ્યા હતા.



Source link

Related Articles

Back to top button