गुजरात

જામનગરના બેડેશ્વરમાં આવેલી પોલીટેક્નિક એન્જીનીયરીંગ કોલેજની હોસ્ટેલમાં 2 વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર : માફી મંગાવી હથોડી મારી | Conflict between 2 students in hostel of Polytechnic Engineering College in Bedeshwar Jamnagar



Jamnagar : જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં આવેલી પોલિટેકનિક કોલેજમાં એન્જિનિયરિંગ કોર્સમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ, કે જે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે, તેઓ વચ્ચે તકરાર થઈ હતી. અને એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની માફી મંગાવી હતી. જેનો વેરભાવ રાખીને ઉશ્કેરાયેલા વિદ્યાર્થીએ બીજાના માથામાં હેમર ફટકારી દઈ ઘાયલ કરી દીધો હોવાથી મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને હુમલાખોર વિદ્યાર્થી સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી સરકારી પોલીટેક્નિક કોલેજમાં એન્જિનિયરિંગના કોર્સમાં અભ્યાસ કરતા અને ત્યાં જ આવેલી દાસારામ હોસ્ટેલના એક રૂમમાં રહેતા 17 વર્ષની વયના મૂળ ખંભાળિયા તાલુકાના ચુડેશ્વર ગામના વતની એવા કોલેજીયન વિદ્યાર્થી ઉપર તેની સાથે જ રૂમ પાર્ટનર તરીકે રહેતા અને ખંભાળિયા તાલુકાના હંજડાપર ગામના રહેવાસી અન્ય એક સગીર વિદ્યાર્થીએ પોતાની એન્જિનિયરિંગના અભ્યાસની હેમર (હથોડી) વડે હુમલો કરી દઈ ઘાયલ કર્યો હતો.

 જેથી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને દાખલ કર્યા બાદ માથામાં ટાંકા લેવા પડ્યા હતા, અને સર્જરી કરવી પડી છે. 

આ બનાવ બાદ ઇજાગ્રસ્તના પિતા કમલેશભાઈ વગેરે જામનગર દોડી આવ્યા હતા, અને પોતાના પુત્રની સારવાર કરાવ્યા બાદ આ મામલાને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો.

 જ્યાં ઇજાગસ્ત વિદ્યાર્થીના પિતા દ્વારા પોતાના પુત્રને માર મારી ગંભીર સ્વરૂપે ઘાયલ કરી દેનાર તેનાજ સાથી રૂમ પાર્ટનર સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આજથી 10 દિવસ પહેલા ઇજાગ્રસ્ત અને હુમલાખોર બંને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં માર ખાનારે પોતાના સાથી પાસે માફી મંગાવી હતી. જે માફી માંગવાનું હુમલાખોરને પસંદ ન હતું, જેનું મનદુઃખ અને વેરભાવ રાખીને ઇજાગ્રસ્ત જ્યારે પોતાના રૂમમાં વાંચી રહ્યો હતો, ત્યારે પોતાની પાસે જ રહેલી એન્જિનિયરના અભ્યાસ માટેની હેમર (હથોડી) કે જેના વડે હુમલો કરી દઇ ઘાયલ કરી દીધો હતો, જેથી મામલો પોલીસ મથકમાં લઈ જવાય બાદ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે હુમલાખોર વિદ્યાર્થી સામે ગુનો નોંધ્યો છે. 



Source link

Related Articles

Back to top button