दुनिया

‘ખાલી ટ્વિટ કરવાથી યુદ્ધ નહીં અટકે, ત્યાં સુધી નહીં છોડીએ જ્યાં સુધી..’, અલી લારિજાનીની ટ્રમ્પને ધમકી | iran security chief larijani slams trump war tweets warning


Ali Larijani Warning: મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ જંગ વચ્ચે ઈરાને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે. ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ અલી લારિજાનીએ સ્પષ્ટ કર્યું છે કે, યુદ્ધ શરૂ કરવું કદાચ સરળ હોઈ શકે છે, પરંતુ તેને માત્ર થોડી ટ્વિટ્સ દ્વારા સમાપ્ત કરવું અશક્ય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કરેલી એક પોસ્ટમાં તેમણે ટ્રમ્પના યુદ્ધ વિરામના દાવાઓને ફગાવી દીધા હતા. લારિજાનીએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, જ્યાં સુધી ટ્રમ્પ પોતાની ભૂલનો સ્વીકાર કરી તેની યોગ્ય કિંમત નહીં ચૂકવે, ત્યાં સુધી ઈરાન કોઈપણ સંજોગોમાં પાછળ હટશે નહીં.

ટ્રમ્પ અને લારિજાનીના વિરોધાભાસી દાવા

આ વિવાદ ત્યારે વકર્યો જ્યારે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકાએ ઈરાન પર એટલા મોટા પાયે હુમલા કર્યા છે કે હવે ત્યાં નિશાન બનાવવા માટે કંઈ બાકી રહ્યું નથી. એક ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાનના લશ્કરી અને વ્યૂહાત્મક ઠેકાણાઓ તબાહ થઈ ચૂક્યા છે અને તેઓ ઈચ્છે ત્યારે આ યુદ્ધનો અંત લાવી શકે છે. જોકે, લારિજાનીના નિવેદન પરથી એ સ્પષ્ટ સંકેત મળે છે કે ઈરાન આ સંઘર્ષને લાંબો ખેંચવા માટે તૈયાર છે અને તે અમેરિકા પર દબાણ લાવવાની વ્યૂહનીતિ અપનાવી રહ્યું છે.

'ખાલી ટ્વિટ કરવાથી યુદ્ધ નહીં અટકે, ત્યાં સુધી નહીં છોડીએ જ્યાં સુધી..', અલી લારિજાનીની ટ્રમ્પને ધમકી 2 - image

આ પણ વાંચો: યુદ્ધ વચ્ચે અમેરિકાને મોટો ઝટકો, હવામાં ઈંધણ ભરતું KC-135 પ્લેન ક્રેશ, 5 ક્રૂ મેમ્બર્સ લાપતા

ઈરાનની પલટવારની તૈયારી: સંઘર્ષ લાંબો ખેંચવાના સંકેત

નોંધનીય છે કે 28 ફેબ્રુઆરીથી ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચેનો સંઘર્ષ સતત તેજ બની રહ્યો છે. અત્યાર સુધીમાં આ જંગમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે અને અનેક સૈન્ય તેમજ ઊર્જા મથકો તબાહ થઈ ગયા છે. તાજેતરના હવાઈ હુમલાઓમાં ઈરાનના મહત્ત્વના ઓઇલ ડેપોને નિશાન બનાવવામાં આવ્યા છે. નિષ્ણાતો માની રહ્યા છે કે જો આ ટકરાવ લાંબો ચાલશે તો તેની અસર વૈશ્વિક ઓઇલ સપ્લાય અને સમગ્ર મિડિલ ઈસ્ટની અર્થવ્યવસ્થા પર પડી શકે છે.

'ખાલી ટ્વિટ કરવાથી યુદ્ધ નહીં અટકે, ત્યાં સુધી નહીં છોડીએ જ્યાં સુધી..', અલી લારિજાનીની ટ્રમ્પને ધમકી 3 - image



Source link

Related Articles

Back to top button