दुनिया

LIVE: તૂર્કિયેમાં નાટોના મહત્ત્વપૂર્ણ એરબેઝ પર સાયરન વાગ્યા, ઈરાકમાં ફ્રાન્સના સૈનિકનું મોત | Israel USA vs Iran War LIVE Updates and Strait Hormuz News


Israel-USA vs Iran War Updates : પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે 14મો દિવસ છે. એક તરફ રણમેદાનમાં મિસાઈલો વરસી રહી છે, તો બીજી તરફ તેલના ભાવને કાબૂમાં લેવા માટે વૈશ્વિક સ્તરે રણનીતિક ખેંચતાણ ચાલી રહી છે. વાંચો આજના પળેપળના સમાચાર:

Israel-USA vs Iran War LIVE Updates 

તૂર્કિયેમાં એરબેઝ પર હુમલા અંગેના સાયરન વાગ્યા 

તૂર્કિયેના અદાના શહેર પાસે આવેલા અને નાટો (NATO) ના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા ઈન્સિરલિક એરબેઝ (Incirlik Airbase) પર શુક્રવારે વહેલી સવારે જોરદાર સાયરન વાગતા અફરાતફરી મચી ગઈ હતી. તૂર્કિયેની સત્તાવાર ન્યૂઝ એજન્સી અનાદોલુના જણાવ્યા અનુસાર, અમેરિકન સૈનિકો અને પરમાણુ શસ્ત્રો ધરાવતા આ બેઝ પર સવારે 3:25 વાગ્યાની આસપાસ સતત પાંચ મિનિટ સુધી સાયરન વાગી હતી. આ ઘટના એવા સમયે બની છે જ્યારે માત્ર ચાર દિવસ પહેલા જ નાટોની એર ડિફેન્સ સિસ્ટમે તૂર્કિયેના આકાશમાં ઈરાન તરફથી છોડવામાં આવેલી બેલેસ્ટિક મિસાઈલને તોડી પાડી હતી. જોકે, આ સાયરન પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આ ઘટનાએ સુરક્ષા એજન્સીઓની ચિંતામાં વધારો કર્યો છે.

અમેરિકા-ઈઝરાયલે તહેરાનના રહેણાંક વિસ્તારોમાં કર્યા હવાઈ હુમલા 

કેલિફોર્નિયાના ગવર્નરનો ટ્રમ્પ પર કટાક્ષ 

કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમે ડોનાલ્ડ ટ્રમ્પ પર કટાક્ષ કરતાં એક સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું કે અમેરિકા તમે ચિંતા ના કરશો! ગેસની કિંમતો વધવાની છે પરંતુ ટ્રમ્પને જ સૌથી વધુ કમાણી થશે. એટલે આટલું તો ચાલે! 

LIVE: તૂર્કિયેમાં નાટોના મહત્ત્વપૂર્ણ એરબેઝ પર સાયરન વાગ્યા, ઈરાકમાં ફ્રાન્સના સૈનિકનું મોત 2 - image

ઈરબિલમાં ડ્રોન હુમલો, ફ્રાન્સના સૈનિકનું મોત, VIDEO  સામે આવ્યો 

મોજતબા ખામેનેઈનો પગ કપાયો? બ્રિટિશ અખબારનો મોટો દાવો 

બ્રિટિશ અખબાર ‘ધ સન’ના સનસનાટીભર્યા અહેવાલ અનુસાર, ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ અત્યારે ગંભીર હાલતમાં કોમામાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ, 28 ફેબ્રુઆરીના હુમલામાં મૌજતબાને પેટ અને લિવરમાં ગંભીર ઈજાઓ થઈ છે અને તેમનો એક પગ પણ કાપી નાખવો પડ્યો છે, હાલમાં તેઓ તેહરાનની સિના યુનિવર્સિટી હોસ્પિટલમાં ભારે સુરક્ષા વચ્ચે આઈસીયુમાં સારવાર હેઠળ છે. નોંધનીય છે કે, 8 માર્ચે સુપ્રીમ લીડર તરીકે નિયુક્ત થયા હોવા છતાં તેઓ હજુ સુધી એક પણ વાર જાહેરમાં દેખાયા નથી અને તેમનો પ્રથમ સંદેશ પણ ટીવી એન્કર દ્વારા વાંચવામાં આવ્યો હતો, જે આ દાવાઓને વધુ વેગ આપી રહ્યો છે.

મોજતબા ખામેનેઇનો AI જનરેટેડ ફોટો વાઈરલ 

ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈની તબિયત અને તેમની ઉપસ્થિતિ અંગે રહસ્ય વધુ ઘેરાયું છે. બીબીસી વેરિફાઈ (BBC Verify) ના રિપોર્ટ અનુસાર, ઈરાની સરકારી મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવેલી મોજતબાની નવી તસવીર અસલી નથી, પરંતુ AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) દ્વારા એડિટ કરવામાં આવેલી છે. ગૂગલના ‘SynthID’ ટૂલની તપાસમાં બહાર આવ્યું છે કે આ ફોટો વર્ષો જૂની એક રેલીની તસવીર છે, જેમાં એઆઈની મદદથી બેકગ્રાઉન્ડ બદલીને તેને નવો લુક આપવામાં આવ્યો છે. 28 ફેબ્રુઆરીના હુમલા બાદ મોજતબા હજુ સુધી જાહેરમાં દેખાયા ન હોવાથી અને આવી છેડછાડ કરેલી તસવીરો સામે આવતા, તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાની અથવા કોમામાં હોવાની આશંકાઓને વધુ બળ મળ્યું છે.

તેલ સંકટમાં રાહત: ટ્રમ્પે રશિયન ઓઈલ પરથી કામચલાઉ પ્રતિબંધ હટાવ્યા

LPG અને ઈંધણના વધતા ભાવને કાબૂમાં લેવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો નિર્ણય લીધો છે. અમેરિકાએ સમુદ્રમાં ફસાયેલા રશિયન ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો પરના પ્રતિબંધો 11 એપ્રિલ 2026 સુધી હટાવી દીધા છે. આ નિર્ણયનો હેતુ $100 ને પાર કરી ગયેલા તેલના ભાવને નીચે લાવવાનો અને બજારમાં સપ્લાય વધારવાનો છે. આનાથી ભારત અને ચીન જેવા દેશોને મોટી રાહત મળશે.

ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ કોમામાં? ટ્રમ્પનો દાવો

ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈની તબિયત અંગે સનસનાટીભર્યા અહેવાલો સામે આવ્યા છે. ટ્રમ્પે સંકેત આપ્યો છે કે મોજતબા જીવિત તો હોઈ શકે છે પણ તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. બ્રિટિશ અખબાર ‘ધ સન’ ના રિપોર્ટ મુજબ, 28 ફેબ્રુઆરીના હવાઈ હુમલામાં મોજતબાએ એક પગ ગુમાવ્યો છે અને તેઓ અત્યારે કોમામાં છે. જોકે, ઈરાની ટીવી પર મોજતબાના નામે એક લેખિત નિવેદન વંચાયું હતું જેમાં અમેરિકાને ધમકી આપવામાં આવી છે.

ઈરાનની ખુલ્લી ધમકી: “જો અમારા એનર્જી પ્લાન્ટ પર હુમલો થયો તો આખા વિસ્તારના ગેસ-તેલને આગ લગાડી દઈશું”

ઈરાની સૈન્ય પ્રવક્તાએ ચેતવણી આપી છે કે જો ઇઝરાયલ કે અમેરિકા ઈરાનના બંદરો કે ઉર્જા મથકો પર હુમલો કરશે, તો ઈરાન સમગ્ર મિડલ ઈસ્ટના તેલ અને ગેસ સંસાધનોને તબાહ કરી નાખશે. ઈરાને સ્પષ્ટ કહ્યું કે આ જવાબી કાર્યવાહીથી અમેરિકા અને તેના સાથી દેશોને મળતા ફાયદાઓ કાયમ માટે ખતમ થઈ જશે.

યુદ્ધ શરૂ થયા બાદથી આજ સુધીના તમામ લેટેસ્ટ અપડેટ્સ 

મૃતકાંક: New York Times ના અહેવાલ મુજબ, યુદ્ધ શરૂ થયા બાદ અત્યાર સુધી અંદાજે 1,940 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં મોટાભાગના ઈરાની નાગરિકો છે.

નાગરિકોની જાનહાનિ: સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના પ્રતિનિધિએ જણાવ્યું કે ઈરાનમાં 1,348 થી વધુ સામાન્ય નાગરિકો માર્યા ગયા છે.

લેબેનોનમાં તબાહી: લેબનાન પર ઇઝરાયલી બોમ્બમારો ચાલુ છે, જેમાં 680 થી વધુ લોકોના મોત થયા છે અને 8 લાખ થી વધુ લોકો બેઘર બન્યા છે.

બાળકો પર અસર: ‘વોર ચાઈલ્ડ’ સંસ્થા મુજબ, મૃતકોમાં 100 બાળકો સામેલ છે. લેબનાનમાં દર 10 માંથી 1 બાળક બેઘર બન્યું છે.

વિસ્થાપન: ઈરાનમાં અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓને કારણે અત્યાર સુધી અંદાજે 32 લાખ લોકોએ પોતાના ઘર છોડવા પડ્યા છે.

ફ્રેન્ચ સૈનિકનું મોત: ઈરાકના મખમૂર વિસ્તારમાં ડ્રોન હુમલામાં એક ફ્રેન્ચ સૈનિકનું મોત થયું છે અને 5 ઘાયલ થયા છે.

ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન: વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે કહ્યું કે, “ઈરાનમાં યુદ્ધ ખૂબ સારી રીતે આગળ વધી રહ્યું છે.”

નેતન્યાહુનો હુંકાર: ઇઝરાયલના પીએમ નેતન્યાહુએ કહ્યું કે તેમનો દેશ પહેલા કરતા વધુ મજબૂત છે અને તેઓ અમેરિકા સાથે મળીને ઈરાન-લેબનાન સામે લડતા રહેશે.

ફંડિંગનો વિરોધ: અમેરિકામાં 250 થી વધુ સંસ્થાઓ એ પત્ર લખીને અમેરિકી કોંગ્રેસને ઈરાન યુદ્ધ માટે ફંડિંગ રોકવા અપીલ કરી છે.

ખાડી દેશો પર હુમલા: ઈરાની ડ્રોન અને મિસાઈલોએ સાઉદી અરેબિયા, UAE, કતાર, કુવૈત, ઓમાન અને બહેરીનમાં તેલના ઠેકાણાઓ અને ટેન્કરોને નિશાન બનાવ્યા છે.

તેલના ભાવમાં ભડકો: ઓગસ્ટ 2022 પછી પ્રથમ વખત બ્રેન્ટ ક્રૂડ $100 પ્રતિ બેરલ ને પાર કરી ગયું છે.

હોર્મુઝની સામુદ્રધુની: ઈરાને જાહેર કર્યું છે કે તે માત્ર એવા જ જહાજોને પસાર થવા દેશે જે અમેરિકા કે ઇઝરાયલ સાથે જોડાયેલા નથી.

ઈન્ટરનેશનલ કોર્ટમાં વિરોધ: નેધરલેન્ડ અને આઇસલેન્ડ હવે ઇઝરાયલ વિરુદ્ધ ‘નરસંહાર’ ના કેસમાં દક્ષિણ આફ્રિકાના સમર્થનમાં આવ્યા છે.

ઈરાકમાં અમેરિકાનું રિફ્યુલિંગ પ્લેન ક્રેશ, 5 જવાનો માટે સર્ચ ઓપરેશન

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે પુષ્ટિ કરી છે કે ઈરાક પર ઉડાન ભરી રહેલું તેમનું KC-135 રિફ્યુલિંગ વિમાન ટેકનિકલ કારણોસર ક્રેશ થયું છે. આ પ્લેન હવામાં ફાઈટર જેટ્સમાં ઈંધણ ભરવા માટે વપરાતું હતું. સર્ચ અને રેસ્ક્યુ ટીમો ઘટનાસ્થળે પહોંચી છે.

નેતન્યાહુનું નિવેદન: “ઈરાનના ટોચના પરમાણુ વૈજ્ઞાનિકો ઠાર”

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ દાવો કર્યો છે કે તેમના હુમલામાં ઈરાનના અનેક મોટા પરમાણુ વૈજ્ઞાનિકો માર્યા ગયા છે. તેમણે ઈરાનની જનતાને સંબોધતા કહ્યું કે આઝાદીનો નવો રસ્તો નજીક છે અને ઈરાન હવે પહેલા જેવું શક્તિશાળી રહ્યું નથી.

હોર્મુઝની સ્થિતિ

ઈરાનના યુએન રાજદૂતે કહ્યું કે તેઓ રસ્તો બંધ નહીં કરે પણ સુરક્ષા તેમનો હક છે.

મિડલ ઈસ્ટમાંથી અમેરિકન નાગરિકોનું પલાયન 

યુદ્ધ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 47,000 અમેરિકનોએ મિડલ ઈસ્ટ છોડ્યું.



Source link

Related Articles

Back to top button