गुजरात

સુરેન્દ્રનગર પુરવઠા વિભાગનું જિલ્લાની વિવિધ ગેસ એજન્સીઓમાં ચેકિંગ | Surendranagar Supply Department checks various gas agencies in the district



સિલિન્ડરની સંગ્રહખોરી અને કાળાબજારી રોકવા

જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ સિલિન્ડરનો પુરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી
અફવાથી દૂર રહેવા તંત્રની અપીલ

સુરેન્દ્રનગરઈઝરાયેલ અને ઈરાક વચ્ચે યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને લઈ
રાંધણ ગેસ તેમજ કોમશયલ ગેસના જથ્થાની અછત અંગેની પરિસ્થિતિ બાબતે અનેક અફવાઓને
પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અફવાઓને પગલે ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી અને
કાળાબજારી રોકવા વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે.

જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાની વિવિધ ગેસ એજન્સીઓ પર સરપ્રાઈઝ
ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તમામ તાલુકાના મામલતદારો અને ફિલ્ડ
સ્ટાફની બનેલી વિશેષ ટીમોએ પણ પોતાના કાર્યક્ષેત્રમાં આવતી ગેસ એજન્સીઓની મુલાકાત
લીધી હતી. આ તપાસ દરમિયાન એજન્સીઓ પાસે ઉપલબ્ધ ગેસ સિલિન્ડરના જથ્થાની ચકાસણી
કરવામાં આવી હતી તેમજ સ્ટોક રજીસ્ટર અને વિતરણ વ્યવસ્થાની પણ તપાસ કરી હતી અને કડક
સુચનાઓ આપી હતી.

ડોમેસ્ટિક એટલે કે ઘરવપરાશના સિલિન્ડરનો જથ્થો પ્રાથમિકતાના ધોરણે
નાગરિકોને મળી રહે તે માટે એજન્સી સંચાલકોને પણ કડક સુચનાઓ આપી દરેક એજન્સીએ પૂરતો
સ્ટોક જાળવવો અને નિયમ મુજબ તેનું વિતરણ કરવા પણ તાકીદ કરી હતી. જો કોઈ પણ જગ્યાએ
અનિયમિતતા જણાશે તો કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ તંત્ર
દ્વારા આપવામાં આવી હતી.



Source link

Related Articles

Back to top button