સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયા અને ચીને ઇરાનને દગો દીધો ? ઇરાન વિરૂધ્ધ પ્રસ્તાવમાં ‘વીટો’ ન વાપર્યો | Did Russia and China betray Iran in the UN Security Council

![]()
– પાકિસ્તાને ઈરાન વિરૂધ્ધ મત આપ્યો : 135 દેશોએ રજૂ કરેલા આ પ્રસ્તાવમાં ભારત જોડાયું હતું : ફ્રાંસે શાંતિપૂર્ણ સમાધાનની રજૂઆત કરી
સંયુક્તરાષ્ટ્ર : સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં બુધવારે (અમેરિકન સમય પ્રમાણે) ગલ્ફ કંટ્રીએ તેમના ઉપર થયેલા હુમલા અંગે ઈરાન વિરૂધ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જે ભારે બહુમતીથી પસાર થયો હતો. ઉલ્લેખનીય છે કે તે પ્રસ્તાવમાં પાકિસ્તાને ઇરાનની વિરૂધ્ધ મતદાન કર્યું હતું. જ્યારે ભારત ૧૩૫ દેશોએ રજૂ કરેલા તે પ્રસ્તાવમાં કો-સ્પોન્સર તરીકે જોડાયું હતું.
આશ્ચર્યની વાત તે છે કે રશિયા અને ચાયના એક તરફ ઈરાનને ભરપુર શસ્ત્રો આપે છે છતાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આ આપાતકાલિન બેઠકમાં તે બંને દેશોએ વીટો વાપર્યો ન હતો. પરિણામે પ્રસ્તાવ બહુમતીથી પસાર થઈ ગયો. પાકિસ્તાને તેમાં ઈરાન વિરૂધ્ધ મતદાન કર્યું હતું.
બહેરિન અને યુએઈએ રજૂ કરેલા આ પ્રસ્તાવ તરફે સુરક્ષા પરિષદના કુલ ૧૫ દેશોમાંથી ૧૩ દેશોએ ઇરાન વિરૂધ્ધ મતદાન કર્યું હતું.
આ પ્રસ્તાવમાં બહેરિન, કુવૈત, ઓમાન, કતાર, સઉદી અરબસ્તાન, સંયુક્ત આરબ, અમીરાત અને જોર્ડન ઉપર ઈરાને કરેલા હુમલાની નિંદા કરવામાં આવી હતી. બહેરિને આ પ્રસ્તાવમાં તત્કાળ હુમલા બંધ કરવાનો અનુરોધ કર્યો હતો. સંયુક્ત આરબ અમીરાત ઉપર ઈરાને કરેલા મિસાઇલ હુમલામાં બે પાકિસ્તાની નાગરિકોના મોત થયા હતા. પાકિસ્તાને જણાવ્યું હતું કે ખાડી દેશો અને તેની આસપાસના દેશોમાં હજ્જારો પાકિસ્તાની નાગરિકો રહે છે. તેમના જાન ખતરામાં છે.
જ્યારે ફ્રાંસના પ્રતિનિધિએ શાંતિપૂર્ણ સમાધાનનો અનુરોધ કર્યો હતો.



