दुनिया

ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી? જાણો હકીકત | fact check indian ships allowed in strait of hormuz iran reaction truth



Iran reaction about Indian tankers pass through Hormuz: ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ઓઈલ અને ગેસનું સંકટ સર્જાય તેવી શક્યતા છે. ત્યારે સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરાયો હતો કે, ઈરાને ભારતીય ધ્વજ લગાવેલા ઓઈલ ટેન્કરોને સુરક્ષિત રીતે પસાર થવાની મંજૂરી આપી છે. જો કે, આ અંગે ઈરાને સત્તાવાર સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, અમે કોઈ પણ દેશના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવાની ખાસ છૂટ આપી નથી. 

અગાઉ એનડીટીવી સહિત અનેક સમાચાર માધ્યમોમાં અહેવાલો હતા કે, ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી વચ્ચે થયેલી વાતચીત બાદ ઈરાને ભારતીય ઓઈલ ટેન્કરોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની છૂટ આપી છે. ‘પુષ્પક’ અને ‘પરિમલ’ નામના બે ભારતીય ઓઈલ ટેન્કરો હોર્મુઝની ખાડી (Strait of Hormuz)માંથી સુરક્ષિત રીતે પસાર થયા છે, જ્યારે અમેરિકા અને યુરોપના જહાજો પર પ્રતિબંધ યથાવત્ છે.

ઈરાનનો જવાબ અને હકીકત 

જો કે, હવે એનડીટીવીએ જ તહેરાનના સત્તાવાર સૂત્રોનો હવાલો આપીને આ અહેવાલોને ‘ખોટા’ ગણાવ્યા છે. આ અંગે ઈરાનના વિદેશ મંત્રાલયને સવાલ કરાયો હતો કે, શું ઈરાને ભારતીય ઓઈલ ટેન્કરોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની ખાસ છૂટ આપી છે? ત્યારે જવાબ મળ્યો હતો કે, ‘ના, આ વાત સાચી નથી.’ 

ઈરાને ભારતીય ટેન્કરોને ખાસ છૂટ આપી હોવાના સમાચાર પાયાવિહોણા છે. ભારત તેના ઊર્જા હિતો માટે રાજદ્વારી સ્તરે પ્રયત્નો કરી રહ્યું છે, પરંતુ ઈરાને સત્તાવાર રીતે આવી કોઈ ‘સ્પેશિયલ પરમિટ’ની આપી નથી.

અગાઉ પણ ઈરાન સ્પષ્ટતા કરી ચૂક્યું છે

આ પહેલા પણ ઈરાને સ્પષ્ટતા કરી હતી કે, હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જે ઓઈલ ટેન્કર અમેરિકા કે ઈઝરાયલના હિતો સાથે જોડાયેલા નથી, તેઓ ત્યાંથી પસાર થઈ શકે છે. જો કે, આ માટે ઈરાનની ખાસ મંજૂરી લેવી અનિવાર્ય છે. જો મંજૂરી વગર કોઈ જહાજ પસાર થાય તો તે ઈરાની સેનાના નિશાના પર આવી શકે છે.

તો પછી અત્યારે શું સ્થિતિ છે? 

હોર્મુઝની ખાડી દુનિયાના સૌથી મહત્ત્વના શિપિંગ રૂટ્સમાંનો એક છે. વિશ્વના કુલ ઓઈલ પુરવઠાનો લગભગ 31% હિસ્સો અહીંથી પસાર થાય છે. યુદ્ધના કારણે આ માર્ગ પર ટ્રાફિક લગભગ થંભી ગયો છે, જેના કારણે વૈશ્વિક બજારમાં ઓઈલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.



Source link

Related Articles

Back to top button