मनोरंजन

ધુરંધર ટુમાં યામી ગૌતમનો મહત્વનો કેમિયો હશે | Yami Gautam will have an important cameo in Dhurandhar 2



– યામીના પાત્ર દ્વારા જ સ્ટોરીમાં ટર્ન આવશે

– ખુદ યામીએ પણ પોતે ધુરંધરમાં કામ કરવા ઈચ્છતી હોવાનું અગાઉ જણાવ્યું હતું

મુંબઈ : ‘ધુરંધર ટુ : ધી રિવેન્જ’ ફિલ્મમાં  ફિલ્મના સર્જક આદિત્ય ધરની પત્ની તથા અભિનેત્રી યામી ગૌતમનો કેમિયો હશે તે કન્ફર્મ થયું છે. તેની ભૂમિકાની થોડી વિગતો પણ બહાર આવી છે. 

યામી હોસ્પિટલના એક દ્રશ્યમાં જોવા મળશે. આ દ્રશ્ય સાથે જ ફિલ્મની સ્ટોરીમાં વળાંક આવશે. 

યામી આ ફિલ્મમાં કેમિયો કરવાની છે તે ચર્ચા ઘણા અઠવાડિયાઓથી ચાલી રહી હતી. તેણે પાર્ટ ટુ માટે શૂટિંગ  કર્યું હોવાના પણ અહેવાલો હતા. યામીએ અગાઉ જ જણાવ્યું હતું કે પોતે પાર્ટ વનમાં પણ કામ કરવા ઈચ્છતી હતી પરંતુ સ્ક્રિપ્ટમાં ક્યાંય તેને અનુકૂળ કોઈ રોલ સાંપડયો ન હતો. 



Source link

Related Articles

Back to top button