राष्ट्रीय

જમ્મુમાં ફારુક અબ્દુલ્લા પર ફાયરિંગ: લગ્ન પ્રસંગમાં ગયેલા પૂર્વ મુખ્યમંત્રીનો આબાદ બચાવ | Firing On Jammu Kashmir Ex CM Farooq Abdullah



Firing On Jammu-Kashmir Ex CM Farooq Abdullah: જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના સંરક્ષક ડૉ. ફારુક અબ્દુલ્લા પર આજે(11 માર્ચ, 2026) ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે. જો કે, આ ઘટનામાં તેમનો આબાદ બચાવ થયો હતો.

ફાયરિંગ કરનાર શખસની પોલીસે કરી ધરપકડ

અબ્દુલ્લા જમ્મુના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં એક વકીલના લગ્નમાં હાજરી આપવા ગયા હતા. ફાયરિંગ કરનાર વ્યક્તિની ઓળખ કમલ સિંહ જમવાલ તરીકે થઈ રહી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ‘મધ્ય-પૂર્વમાં સંકટ મુદ્દે કોંગ્રેસનું રાજકારણ, અફવાઓ ફેલાવી રહી છે’ કેરળમાં PM મોદીના પ્રહાર

બેન્ક્વેટ હોલમાંથી બહાર નીકળતી વખતે થયું ફાયરિંગ

જમ્મુમાં ફારુક અબ્દુલ્લા તેમની પાર્ટીના વકીલ કાર્યકર્તાના દીકરાના લગ્નમાં હાજરી આપવા આવ્યા હતા. જ્યાં લગભગ એક કલાક સુધી ફારુક અબ્દુલ્લા રોકાયા હતા. આ પછી બેન્ક્વેટ હોલમાંથી બહાર નીકળતાની સાથે જ તેમના પર ફાયરિંગ થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આરોપી ઝાડીઓમાં છુપાઈ ગયો હતો.



Source link

Related Articles

Back to top button