વડોદરા પાલિકાના મિલકત વેરાના બાકી પડતા રૂ.2.92 લાખ અંગે નાયરા પેટ્રોલ પંપ સીલ | Nayara petrol pump sealed over property tax arrears of 2 92 lakh of Vadodara Municipality

![]()
Vadodara : વડોદરા મકરપુરા એસટી ડેપો-મોલના મિલકત વેરાના રૂ.1.96 કરોડ જેવા બાકી પડતા પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. બે દિવસ અગાઉ મકરપુરા એસટી ડેપોને સીલ મારી દેવાયા બાદ આજે નવા યાર્ડ વિસ્તારના વોર્ડ નં.1ના પાલિકા નોર્થ ઝોનના નાયરા પેટ્રોલ પંપના રેવન્યુના કુલ રૂ.2.92 લાખ બાકી પડતા પાલિકા તંત્ર દ્વારા નાયરા પેટ્રોલ પંપને સીલ કરી દેવાતા ચર્ચા મચી હતી. નાયરા પેટ્રોલ પંપ સીલ થતા વાહનો સાથે આવેલા ચાલકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે મિલકત વેરાના બાકી વેરા અંગે પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. બે દિવસ અગાઉ મકરપુરા એસટી ડેપોની મિલકત વેરાની બાકી પડતી રૂપિયા 1.96 કરોડ જેવી મસમોટી રકમ બાકી પડતી હતી. આ ઉપરાંત શહેરના તમામ બાકી મિલકત દારો સામે કડક કાર્યવાહી પાલિકા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. જેમાં અગાઉ મકરપુરા એસટી ડેપોને સીલ મારી દેવાતા પેસેન્જર સહિત બસ પાસના વિદ્યાર્થીઓ પણ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
આ ચકચારી આ ચકચારી ઘટના બાદ પાલિકાના રેવન્યુ વિભાગ દ્વારા વોર્ડ નં.1માં નોર્થ ઝોન ખાતે નવા યાર્ડ લાલપુરા જુના છાણી રોડ, સેન્ટ જોસેફ સ્કૂલ પાસેના નાયરા પેટ્રોલ પંપના મિલકત વેરાના પાછલા કુલ રૂપિયા 1,51,357 અને હાલના પ્રોપર્ટી ટેક્સના બાકી રૂપિયા 1,40,824 મળીને કુલ રૂપિયા 2,82,181 જેવી રકમ બાકી પડતી હતી. પરિણામે પાલિકા તંત્રની રેવન્યુ વિભાગની ટીમ દ્વારા નાયરા પેટ્રોલ પંપને સીલ મારી દેવામાં આવ્યું હતું. જેથી પેટ્રોલ ડીઝલ પુરાવવા પેટ્રોલ પંપે આવતા વાહનચાલકોમાં દહેશત ફેલાઈ હતી.



