दुनिया

સ્ટ્રેટ ઑફ હોર્મૂઝ બન્યું ડેથ વેલી, ઈરાન માઈન્સ પાથરી રહ્યું છે, ટ્રમ્પનો દાવો – અમે 16 જહાજ ઉડાવ્યાં | hormuz strait iran begins laying mines trump destroyed us israel



Death Valley Hormuz: અમેરિકા અને ઈઝરાયલ દ્વારા સતત થઈ રહેલા હુમલા વચ્ચે ઈરાને હથિયાર હેઠા મૂકવાનો ઇનકાર કરી દીધો છે અને વળતો પ્રહાર શરૂ કર્યો છે. તાજેતરના અહેવાલો મુજબ, ઈરાને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વના ગણાતા ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’માં દરિયાઈ માઈન્સ(Mines) પાથરવાનું શરૂ કરી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાને છેલ્લા કેટલાક દિવસોમાં દરિયામાં ડઝનબંધ માઈન્સ પાથરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાન પાસે હજુ પણ તેની નાની નૌકાઓ અને માઈન પાથરનારા જહાજોનો 80થી 90 ટકા હિસ્સો સુરક્ષિત છે, જેનો અર્થ છે કે તે આ જળમાર્ગ સેંકડો માઈન્સ પાથરવાની ક્ષમતા ધરાવે છે.

‘ડેથ વેલી’ બન્યો હોર્મુઝ

ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ(IRGC) એ અગાઉ જ ચેતવણી આપી હતી કે આ માર્ગ પરથી પસાર થતા કોઈપણ જહાજ પર હુમલો કરવામાં આવશે. યુદ્ધની શરૂઆત બાદ આ માર્ગ લગભગ બંધ જેવો થઈ ગયો છે અને સ્થિતિ એટલી ગંભીર છે કે તેને ‘ડેથ વેલી’ તરીકે ઓળખવામાં આવી રહી છે. બીજી તરફ, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકન સેનાએ દરિયાઈ માઈન પાથરતા ઈરાનના 16 જહાજોને નષ્ટ કરી દીધા છે. ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપી છે કે જો આ માઈન્સ તાત્કાલિક હટાવવામાં નહીં આવે, તો ઈરાને એવા સૈન્ય પરિણામો ભોગવવા પડશે જે તેણે પહેલા ક્યારેય જોયા નથી.

આ પણ વાંચો: ટ્રમ્પે ઈરાન સાથે જલદી યુદ્ધ ખતમ થવાના સંકેત આપતાં ક્રૂડ ઓઈલના ભાવમાં પ્રચંડ કડાકો

વૈશ્વિક ઊર્જા બજારમાં મોટું સંકટ

આ તણાવને કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં મોટું સંકટ ઊભું થયું છે. હાલમાં ખાડી વિસ્તારમાં પ્રતિદિન આશરે 1.5 કરોડ બેરલ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન અને 45 લાખ બેરલ રિફાઈન્ડ ઈંધણનો પુરવઠો અટકી પડે તેવી સ્થિતિ છે. ઈરાક અને કુવેત જેવા દેશો પાસે તેલ મોકલવા માટે આ માર્ગ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આ પરિસ્થિતિને જોતા G7 દેશોએ સંકેત આપ્યા છે કે તેલની અછતને પહોંચી વળવા માટે વધારાનો સ્ટોક બજારમાં મુકવામાં આવી શકે છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ખાતરી આપી છે કે હોર્મુઝ સુરક્ષિત રહેશે અને અમેરિકા પાસે દરિયામાં પાથરેલી માઈન્સને શોધવા માટે દુનિયાના શ્રેષ્ઠ ઉપકરણો અને નૌકાદળના જહાજો હાજર છે.


સ્ટ્રેટ ઑફ હોર્મૂઝ બન્યું ડેથ વેલી, ઈરાન માઈન્સ પાથરી રહ્યું છે, ટ્રમ્પનો દાવો - અમે 16 જહાજ ઉડાવ્યાં 2 - image



Source link

Related Articles

Back to top button