LIVE : યુદ્ધ વચ્ચે ઉ.કોરિયાનું મોટું નિવેદન, ઈઝરાયલે ફોસ્ફરસ બોમ્બ ઝીંક્યો, ઈરાનનો મિસાઈલ હુમલો કેમેરામાં કેદ | US Drops Bunker Buster Bombs on Iran Warning to Russia on War Intervention

![]()
US Iran War 2026 Live Updates : ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગમાં હવે વૈશ્વિક રાજનીતિ અને લશ્કરી વ્યૂહરચનાના નવા સમીકરણો રચાઈ રહ્યા છે. અમેરિકાએ એકતરફ રશિયાને આડકતરી ધમકી આપી છે, તો બીજી તરફ ઈરાન પર ‘બંકર-બસ્ટર’ બોમ્બથી પાતાળ સુધી તબાહી મચાવી છે.
US-Israel and Iran War 2026 Live Updates
ઈરાને ઈઝરાયલ પર મિસાઈલો વરસાવી
ઈરાન યુદ્ધ વચ્ચે ઉ.કોરિયાનું મોટું નિવેદન
કિમ જોંગ ઉનના નેતૃત્વ હેઠળના ઉત્તર કોરિયાએ પણ હવે ઈરાન વિશે મોટું નિવેદન આપ્યું છે. ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈના અમેરિકા-ઈઝરાયલના હુમલામાં મોત બાદ ઈરાને નવા સુપ્રીમ લીડર તરીકે તેમના દીકરા મોજતબા ખામેનેઈની પસંદગી કરી છે. ત્યારે આ મામલે ઉત્તર કોરિયાનું કહેવું છે કે ઈરાનને તેમના નવા સુપ્રીમ લીડરની પસંદગી કરવાનો પૂરેપૂરો અધિકાર છે અને આ તેમની પસંદગીની વાત છે. આ સાથે ઉ.કોરિયાએ ઈરાન વિરુદ્ધ થઈ રહેલા અમેરિકા અને ઈઝરાયલના હુમલાઓને પણ વખોડ્યા હતા અને તેને ગેરકાયદે ગણાવ્યા હતા.
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ નજીક અમેરિકાની મોટી કાર્યવાહી
ઈઝરાયલે લેબેનોનમાં ફોસ્ફરસ બોમ્બ ઝીંક્યા
રશિયાને અમેરિકાની ખુલ્લી ચેતવણી: “દૂર રહો”
અમેરિકાના યુદ્ધ સચિવ પીટ હેગસેથે રશિયાને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે તે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષમાં દખલ ન કરે. પેન્ટાગોનમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, જોકે ટ્રમ્પ અને પુતિન વચ્ચેની વાતચીત ‘સકારાત્મક’ રહી છે અને યુક્રેન મુદ્દે શાંતિની ચર્ચા થઈ છે, પરંતુ રશિયાએ મિડલ ઈસ્ટના જંગથી દૂર રહેવું જ હિતાવહ રહેશે.
ઈરાનના મિસાઈલ હુમલાનો દૃશ્ય કેમેરામાં કેદ
‘પાતાળ’ સુધી તબાહી: 2000 પાઉન્ડના બંકર-ભેદી બોમ્બ
અમેરિકાએ હવે ઈરાનના એવા સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે જે જમીનની નીચે સેંકડો ફૂટ ઉંડે બંકરોમાં છુપાયેલા છે. CNN ના અહેવાલ મુજબ, અમેરિકાએ 2000 પાઉન્ડ વજનના ડઝનબંધ જીપીએસ-નિયંત્રિત ‘બંકર-બસ્ટર’ બોમ્બ ઈરાન પર ફેંક્યા છે. આ હુમલાનો મુખ્ય હેતુ ઈરાનની મિસાઈલ બનાવવાની અને તેને દાગવાની ક્ષમતાને મૂળમાંથી ખતમ કરવાનો છે.
ઈઝરાયલની ડિફેન્સ સિસ્ટમ ઈરાન સામે લાચાર!
ટ્રમ્પે ઇઝરાયલના હાથ રોક્યા: ‘ડૂમ્સડે ઓપ્શન’ નો ભય
યુદ્ધના 10 દિવસ બાદ પહેલીવાર ટ્રમ્પ પ્રશાસને ઇઝરાયલને ઈરાનના તેલ અને ઊર્જા સંસાધનો પર વધુ હુમલા ન કરવા વિનંતી કરી છે. અમેરિકા આ હુમલાને ‘ડૂમ્સડે ઓપ્શન’ (કયામતનો વિકલ્પ) માની રહ્યું છે. ટ્રમ્પને ડર છે કે જો ઈરાનનો એનર્જી સેક્ટર પૂરેપૂરો નષ્ટ થશે, તો ઈરાન વળતા પ્રહારમાં ખાડી દેશોના તેલ મથકો પર હુમલો કરી શકે છે, જેનાથી આખી દુનિયામાં તેલના ભાવ આસમાને પહોંચી જશે.
ઈરાને બે ટન વૉર હેડ સાથે લઈ જતી ખતરનાક મિસાઈલ લોન્ચ કરી
તહેરાનમાં ઝેરી હવાનું સામ્રાજ્ય અને એસિડ રેન
ઇઝરાયલના હુમલા બાદ તેહરાનના આકાશમાં એટલો ધુમાડો છવાઈ ગયો છે કે ત્યાં ‘એસિડ રેન’ (તેજાબી વરસાદ) થવાની ખબરો છે. હવા એટલી ઝેરી બની ગઈ છે કે 168 જેટલા બાળકોના મોતના અહેવાલ છે (મીનાબ શહેરની ઘટના). અમેરિકાએ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે અને નાગરિકોની સુરક્ષા માટે ઇઝરાયલને સંયમ રાખવા કહ્યું છે.
હવે શું? પરમાણુ ઠેકાણાઓ પર ગ્રાઉન્ડ ઓપરેશનની શક્યતા
નિષ્ણાતો માને છે કે માત્ર હવાઈ હુમલાથી ઈરાનના અત્યંત ઉંડા પરમાણુ ઠેકાણાઓને નષ્ટ કરવા મુશ્કેલ છે. આથી, ટ્રમ્પ પ્રશાસન આગામી સમયમાં આ ઠેકાણાઓને કબજે કરવા માટે ‘સ્પેશિયલ ફોર્સ’ દ્વારા જમીની કાર્યવાહી (Ground Operation) કરવાની યોજના પર પણ વિચાર કરી રહ્યું છે.



