मनोरंजन
કંગનાની નવી ફિલ્મ મુંબઈની હોસ્પિટલમાં આતંકી એટેક પર હશે | Kangana’s new film will be on the terrorist attack in a Mumbai hospital

![]()
– ભારત ભાગ્ય વિધાતા હંગામી ટાઈટલ હશે
– આ જ ઘટના પર અગાઉ મુંબઈ ડાયરીઝ વેબ સીરિઝ પણ બની ચૂકી છે
મુંબઈ : કંગના રણૌતની આગામી ફિલ્મ ૨૬/૧૧ના મુંબઈ એટેક વખતે કામા હોસ્પિટલ પર થયેલા આતંકવાદી હુમલા આધારિત હશે એમ જાણવા મળ્યું છે.
કંગનાની આ ફિલ્મના હાલ ‘ભારત ભાગ્ય વિધાતા’ એવું કામચલાઉ ટાઈટલ અપાયું છે. આ ફિલ્મમાં જાણીતી મરાઠી એકટ્રેસ ગિરીજા ઓક પણ મહત્વની ભૂમિકામાં હશે એમ કહેવાય છે. ઉલ્લેખનીય છે કે મુંબઈની કામા હોસ્પિટલ પર અજમલ કસાબ સહિતના ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો. ત્યારે હોસ્પિટલના તબીબો તથા સમગ્ર સ્ટાફ આ આતંકી હુમલા સામે ઝઝૂમ્યા હતા અને તેમણે સંખ્યાબંધ દર્દીઓને બચાવી લીધા હતા. આ જ ઘટના પર અગાઉ ‘મુંબઈ ડાયરીઝ’ વેબ સીરિઝ આવી ચૂકી છે. તેમાં કોંકણા સેન શર્મા તથા મોહિત રૈના સહિતના કલાકારોએ ભૂમિકા ભજવી હતી.



