गुजरात

ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના વિદ્યાર્થીનું મોત | Sudanese student dies after moped hits barricade near Indroda Cut



ગાંધીનગરના વીઆઈપી જ માર્ગ ઉપર

ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં સાયબર સિક્યુરિટીનો અભ્યાસ કરતો વિદ્યાર્થી પેથાપુરમાં ભાડે રહેતો હતો

ગાંધીનગર :  ગાંધીનગરના વીઆઈપી એવા જ માર્ગ ઉપર ઈન્દ્રોડા ગામ પાસે
આવેલો કટ વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે ત્યારે આજે બનેલી એક કરૃણ
ઘટનામાં સુદાનના વતની અને ગાંધીનગરમાં રહીને અભ્યાસ કરતા ૩૮ વર્ષીય યુવકનું
એક્ટિવા બેરિકેટ સાથે જોરદાર રીતે અથડાતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત
નીપજ્યું છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ
સુદાનના વતની અને હાલ ગાંધીનગરના પેથાપુર ખાતે ભાડાના મકાનમાં રહેતો ૩૮ વર્ષીય
યાસિર અબ્દુલ્લા ઉસ્માન આહિલ આજે પોતાનું એક્ટિવા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે
ઈન્દ્રોડા ગામના કટ પાસે તેમનું એક્ટિવા અચાનક રોડ પર મુકાયેલા બેરિકેટ સાથે
ધડાકાભેર અથડાયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે યાસિરને માથાના તેમજ શરીરના
અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર મળે તે પહેલા જ તેણે ઘટનાસ્થળે દમ
તોડયો હતો. આ બનાવની જાણ થતા જ સેક્ટર ૭ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
યાસિર વર્ષ ૨૦૨૫થી ગાંધીનગરમાં રહીને અમદાવાદની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવસટીમાં
કોમ્પ્યુટર એન્જિનિયરિંગ શાખામાં સાયબર સિક્યુરિટીનો ઉચ્ચ અભ્યાસ કરતો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે યાસિર પરિણીત હતો અને તેના પરિવારજનો હાલ
સુદાનમાં રહે છે. એક તેજસ્વી વિદ્યાર્થીના આ રીતે અકસ્માતમાં મોતના સમાચારથી તેના
મિત્ર વર્તુળમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર
, ઈન્દ્રોડા
સર્કલથી આગળ વધતા આવતા આ કટ પાસે વાહનોની ગતિ બેકાબૂ હોય છે. જે અકસ્માતનું મુખ્ય
કારણ બને છે. ગત વર્ષે પણ આ જ વિસ્તારમાં બે મોટા અકસ્માતો નોંધાયા હતા
, જેમાં એક બાઈક
સવારનું મોત નીપજ્યું હતું.  



Source link

Related Articles

Back to top button