दुनिया

અમેરિકા પાસેથી સમય સરતો જાય છે ઇરાને વૈશ્વિક ઊર્જા કટોકટી ઊભી કરી છે | Time is running out for America Iran has created a global energy crisis



– ઇરાન પ્રાચીન યુગનાં તેનાં સામ્રાજ્યને ભૂલી શક્તું નથી

– એક મત તેવો છે કે ઇરાન જાણી જોઇને ગલ્ફ વિસ્તારમાં સુન્ની રાજ્યોને નિશાન બનાવે છે : છેવટે તે ટ્રમ્પને પાછી પાની કરવાની ફરજ પાડશે

નવી દિલ્હી : ઇઝરાયલ અમેરિકા વિરૂદ્ધ ઇરાનનું યુદ્ધ ૧૧મા દિવસમાં પ્રવેશી ચૂક્યું છે. શિયા ધાર્મિક રાજ્ય બેલાસ્ટિક મિસાઇલ્સ કે કામિકાઝે ડ્રોન્સનો કાફલો જલ્દી ખતમ થાય તેમ લાગતું નથી. આટલાં આટલાં પ્રચંડ આક્રમણ છતાંયે તેનાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ મધ્ય પૂર્વમાં રહેલાં ઇઝરાયેલ તેમજ ગલ્ફ દેશોમાં રહેલો અમેરિકાનાં લશ્કરી મથકો ઉપર વીણી વીણીને પૂરેપૂરી ચોકસાઇથી મિસાઇલ્સ વહેતાં મુક્યાં છે. આ હુમલાઓ ચોક્કસ નિશાન લઇને અને એક પછી એક તેમ સતત થઇ રહ્યાં છે.

ઇરાન આંધળુંકીયાં પણ કરતું નથી. તે ઘણી ઓછી કિંમત (૩૫,૦૦૦ ડોલર્સ)નાં ડ્રોન્સ જ વાપરે છે. બીજી તરફ તે યુદ્ધ લંબાવતું જ જાય છે. પરિણામે અમેરિકા પાસેથી સમય સરતો જાય છે. વિશ્લેષકોનું તો તેમ કહેવું છે કે અમેરિકાએ તો ધાર્યું હતું કે આ યુદ્ધ ૧૫ દિવસમાં જ સમેટાઈ જશે પરંતુ પંદર દિવસે પણ ઇરાન સામી ટક્કર આપી રહ્યું છે. ટ્રમ્પ ઇરાન સામે ભૂમિદળ મુકવાના પ્રશ્ને હજી અનિશ્ચિત છે. માની લો કે જો ભૂમિદળ પણ ઇરાન ઉપર ઉતારે તો ભારે મોટો ભડકો થાય તે નિશ્ચિત છે. તેમને માટે તે ટુ બી ઓર-નોટ ટુ બી જેવો પ્રશ્ન છે.

ઇરાને હાર્મુઝની સમુદ્ર ધૂની બંધ કરી હવે ગલ્ફમાં રાજ્યો સઉદી અરબ, યુ.એ.ઇ., કુવૈત કતાર, બહેરિન અને ઇરાક જેવાં રાજ્યોના ક્રૂડને રોકી રાખ્યું છે. પરિણામ સહજ છે. વિશ્વભરમાં ઊર્જા કટોકટી ઊભી થઇ છે. પરંતુ તે સાથે અન્ય વાસ્તવિક્તા પણ તરી આવે છે કે તે તમામ રાજ્યો સુન્ની પંથ રાજ્યો છે. જ્યારે ઇરાન શિયા પંથી છે. પ્રશ્ન તે પણ ઉપસ્થિત થાય છે કે ઇરાન જાણી જોઇને તે સુન્નીપંથી રાજ્યો ઉપર મિસાઇલ વર્ષા કરી રહ્યું છે ? તે જે હોય તે પરંતુ એક વાત નિશ્ચિત છે અમેરિકા પાસેથી સમય સરતો જાય છે છેવટે તે ટ્રમ્પને યુદ્ધમાં પાછી પાની કરાવીને જ રહેશે તે પણ સંભાવના નકારી શકાય નહીં. તો કેટલાક માને છે કે ઇરાનની આ મજબૂરી પાછળ પ્રાચીન યુગનાં સામ્રાજ્યને તે ભૂલી શક્તું નથી.



Source link

Related Articles

Back to top button