‘ગરીબ માણસને બસમાં પણ ટિકિટ મળતી નથી, કેમ કે બસ જ નથી આવતી’, MLAની મેચની ટિકિટની માંગ પર બોલ્યા ગોપાલ ઈટાલિયા | Gopal Italia Imran khedawala on BJP MLA T20 World Cup match tickets Demand

![]()
Gandhinagar News : અમદાવાદના ન.મો. સ્ટેડિયમ ખાતે રવિવારે(8 માર્ચ, 2026) ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની T20 વર્લ્ડકપ 2026ની ફાઈન મેચ યોજાઈ હતી. જેમાં ફાઈનલ મેચની ટિકિટ ન મળતા ધરમપૂર વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્યને અરવિંદ પટેલે વિધાનસભામાં હૈયા વરાળ ઠાલવી હતી. આ મામલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ વિધાનસભામાં પ્રતિક્રિયા આપી હતી.
મેચની ટિકિટની મામલે કોંગ્રેસના ધારાસભ્યએ સરકારની કરી ટીકા
કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ આ મુદ્દે સરકારની ટીકા કરતા ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘વિધાનસભામાં પ્રજાના પ્રશ્નો કરતાં મેચની ટિકિટની વધુ ચર્ચા થઈ રહી છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વિધાનસભામાં જનતાના પ્રશ્નોની જગ્યાએ પોતાની અંગત માંગણી લઈને આવે ત્યારે કઈક અજુગતું લાગે છે.’
MLAની મેચની ટિકિટની માંગ પર બોલ્યા ગોપાલ ઈટાલિયા
AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, ‘મારે તો દુઃખ સાથે કહેવું પડે છે કે કરોડો રૂપિયાના ખર્ચે આ વિધાનસભા ચાલે છે. એટલા માટે પબ્લિક કહે છે કે, જાહેર જનતાના વિષય પર વાત થાય. પરંતુ ભાજપના ધારાસભ્ય મેચની ટિકિટ ન મળી એની રજૂઆત કરી છે, ત્યારે કૃષિ મંત્રી ઉભા થઈને આશ્વાસન આપે છે કે આગામી ક્રિકેટ મેચમાં સરકાર બધા સભ્યો માટે ટિકિટની વ્યવસ્થા કરશે. આમ, આટલી જ ગંભીરતા જે બાળકોને શાળામાં એડમિશન નથી મળતું એના માટે કેમ નહીં? ગરીબ માણસને બસમાં પણ ટિકિટ મળતી નથી, કેમ કે બસ જ નથી આવતી…’
આ સાથે ગોપાલ ઇટાલિયાએ હોસ્પિટલ, બસ વ્યવસ્થા, શાળાને લઈને સરકારને ટકોર કરી હતી.


