मनोरंजन

રિલીઝ પહેલા જ જોઈ શકાશે ધુરંધર 2, જાણો પેઇડ પ્રિવ્યૂ શૉ માટે કેટલા રૂપિયા ખર્ચવા પડશે | dhurandhar 2 movie ticket prices mumbai delhi paid preview sold out


Dhurandhar-2: આ વર્ષે જે ફિલ્મની સૌથી વધુ રાહ જોવાઈ રહી છે તે રણવીર સિંહની ‘ધુરંધર 2’ છે. આ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં રિલીઝ થયેલા ફિલ્મના શાનદાર ટ્રેલરે દર્શકોની ઉત્તેજના બમણી કરી દીધી છે. લોકોમાં વધતી જતી આતુરતાને જોઈને મેકર્સે એક ખાસ માસ્ટર પ્લાન બનાવ્યો છે, જે અંતર્ગત 18 માર્ચના રોજ ‘પેઇડ પ્રિવ્યૂ’ શૉ રાખવામાં આવ્યા છે. એટલે કે, ફિલ્મ તેની ઓફિશિયલ રિલીઝના એક દિવસ પહેલા જ જોઈ શકાશે.

‘ધુરંધર’ના પેઇડ પ્રિવ્યૂ શૉનું એડવાન્સ બુકિંગ શરૂ, ભાવ આસમાને

રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ આમ તો 19 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, પરંતુ તેના પેઇડ પ્રિવ્યૂ શૉ 18 માર્ચના રોજ સાંજે 5 વાગ્યાથી શરૂ થઈ જશે. અત્યારથી જ આ પ્રિવ્યૂ શૉની ટિકિટો વેચાઈ રહી છે. જોકે, હાઈ ડિમાન્ડને કારણે ટિકિટના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. મેટ્રો શહેરોમાં ટિકિટની કિંમત 600થી 900 રૂપિયાની વચ્ચે રાખવામાં આવી છે, જ્યારે IMAX શૉ માટે ભાવ 1000 રૂપિયાને પાર કરી ગયા છે.

આ પણ વાંચો: સની અને પ્રીતિની ફિલ્મનું ટાઈટલ બદલીને બટવારા 1947 કરાયું

મોંઘી ટિકિટો છતાં ‘ધુરંધર’નો ક્રેઝ, અત્યારથી જ શૉ ફૂલ

સૌથી ચોંકાવનારી વાત એ છે કે ટિકિટના ભાવ ખૂબ જ વધારે હોવા છતાં મોટાભાગના શૉ અત્યારથી જ હાઉસફુલ થઈ ગયા છે. મુંબઈના બોરીવલીમાં આઈનોક્સ મેગાપ્લેક્સમાં રિક્લાઈનર સીટની કિંમત 3100 રૂપિયા છે, જે અત્યાર સુધીની સૌથી મોંઘી ટિકિટ માનવામાં આવે છે. તેવી જ રીતે દિલ્હીમાં પણ ભાવ 2400 રૂપિયા સુધી પહોંચ્યા છે. હિન્દી વર્ઝન માટે ટિકિટની એવરેજ પ્રાઈસ 418 રૂપિયા છે, જ્યારે ડોલ્બી સિને ફોર્મેટ માટે 759 રૂપિયા રાખવામાં આવ્યા છે, જે સામાન્ય ભાવ કરતા લગભગ બમણા છે. તેલુગુ અને કન્નડ જેવી ડબ આવૃત્તિઓમાં પણ ટિકિટના ભાવ ઊંચા જોવા મળી રહ્યા છે.


રિલીઝ પહેલા જ જોઈ શકાશે ધુરંધર 2, જાણો પેઇડ પ્રિવ્યૂ શૉ માટે કેટલા રૂપિયા ખર્ચવા પડશે 2 - image



Source link

Related Articles

Back to top button