गुजरात
વડોદરા જિલ્લા ભાજપના નવા સંગઠનમાં વિવાદ, ડેસરની બાદબાકીઃસિનિયર સિટિઝનોને હોદ્દા | Controversy in the new organization of Vadodara district BJP

![]()
વડોદરાઃ વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ બદલાયા બાદ સંગઠનની રચનાને કારણે વિવાદનો મધપૂડો સર્જોયો છે.
વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ૭૦ વર્ષીય ડો.બી જે બ્રહ્મભટ્ટની નિયુક્તિ થયા બાદ તેમના દ્વારા સંગઠનની નવી રચના કરવામાં આવી છે.જેમાં કેટલાક સિનિયર સિટિઝનને હોદ્દા ફાળવવામાં આવ્યા છે.
આવી જ રીતે બરોડા ડેરીની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા ડેસર તાલુકાને અન્યાય કરાયો હોવાના આક્ષેપો સાથે ભાજપના કાર્યકરો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
જિલ્લા સંગઠનના ૪૫ હોદ્દાઓમાંથી આઠ તાલુકામાંથી ડેસર તાલુકાને માત્ર એક જ હોદ્દો મળ્યો છે.જ્યારે,કરજણ તાલુકાને છ મહત્વના હોદ્દા આપવામાં આવ્યા છે.આવી જ રીતે અન્ય કેટલાક હોદ્દાઓ પણ કાર્યકરોમાં વિવાદમાં રહ્યા છે.



