गुजरात

તુલસીવાડીમાં પરિણીતાને ત્રાસ આપવાના મુદ્દે મારામારી | Fight breaks out in Tulsiwadi over alleged harassment of a married woman



 વડોદરા,તુલસીવાડીમાં પરિણીતાને ત્રાસ આપવાના મુદ્દે બંને  પક્ષના લોકો વચ્ચે મારામારી થઇ હતી. મહિલાઓને ઇજા થતા સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

તુલસીવાડી સંજયનગરમાં  રહેતા દક્ષાબેન ભરતભાઇ રોહિતે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ૧૭ વર્ષ અગાઉ મારા લગ્ન થયા હતા. છેલ્લા છ મહિનાથી મારા  પતિ મારી સાથે  નાની બાબતોમાં તકરાર કરી કહેતા હતા કે, તું મને ગમતી નથી. ગઇકાલે રાત્રે મારા  પતિ ભરતભાઇ, જેઠ નિલેશભાઇ, સાસુ દેવુબેને ઘરે આવી તકરાર કરી હતી. મારા પતિએ માથામાં હથોડી  અને  જેઠે પાઇપ મારી હતી. મારા સાસુએ વાળ પકડીને મને નીચે પાડી દીધી હતી.

જ્યારે સામા પક્ષે નિરૃબેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, દિયર અને દેરાણી વચ્ચે ઝઘડો થતા અમે છોડાવવા જતા મારી દેરાણી દક્ષાના ભાઇ મહેન્દ્રભાઇ, રાહુલભાઇ તથા માતા કંચનબેને અમારા  પર હુમલો કરી માર માર્યો હતો.



Source link

Related Articles

Back to top button