दुनिया

ઈરાનને રશિયાનો ખુલ્લેઆમ ટેકો : પુતિને કહ્યું અમારૂં સમર્થન અતૂટ : મોજતબાને અભિનંદનો આપ્યાં | Russia’s open support for Iran: Putin said our support is unwavering: congratulated Mojtaba



– ઈરાન યુદ્ધ : હવે રશિયા-અમેરિકા સામસામે ?

– યુક્રેન યુદ્ધ ભડકાવવા માટે પશ્ચિમી દેશોને જવાબદાર ગણાવતાં રશિયાના પ્રમુખે કહ્યું : યુક્રેનમાં સત્તા પરિવર્તન પશ્ચિમે આપેલી સહાયને લીધે જ યુદ્ધ શરૂ થયું

મોસ્કો : રશિયાના પ્રમુખ પુતિને સોમવારે એક મહત્વનું નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે વર્તમાન સંઘર્ષમાં અમે તહેરાનની સાથે ઉભા રહ્યા છીએ. ઈરાનના સર્વોચ્ચ નેતા બનવા માટે તેઓએ આયાતોલ્લાહ અલિ ખામેનેઈના પુત્ર, મોજતબા ખામેનેઈને અભિનંદનો પણ પાઠવ્યાં હતાં સાથે કહ્યું હતું કે, તમોને અમારૂ સમર્થન અતૂટ છે. પુતિને આગળ કહ્યું કે રશિયા, પોતાના ઈરાની મિત્રો સાથે એકજૂથતા વ્યક્ત કરે છે, અને કઠીન પરિસ્થિતિમાં પણ ઈરાનની સાથે ઉભું રહેશે. તેઓએ વિશ્વાસ દર્શાવ્યો કે મોજતબા ખામેનેઈ પોતાના પિતા અલિ ખામેનેઈનાં કાર્યોને આગળ ધપાવતાં ઈરાનની જનતાને એક સાથે રાખી શકશે.

પ્રેસિડેન્ટ પુતિનનું આ નિવેદન તેવા સમયે આવ્યું છે કે જ્યારે ઈરાન પ્રચંડ હુમલાઓનો સામનો કરી રહ્યું છે. તેઓએ મોજતબાને પાઠવેલા અભિનંદન સંદેશામાં વધુમાં જણાવ્યું કે, આવા કઠોર સમયમાં નેતૃત્વ આપવું તે  તેમાં સાહસ અને સમર્પણની સાચી પરીક્ષા થઈ જાય છે.

આ પૂર્વે ગુરૂવારે મોડી રાત્રે તેઓએ ઈરાનના પ્રમુખે મસૂદ પેજેશ્કિયન સાથે ફોન ઉપર વાતચીત કરી હતી. તે દરમિયાન તેઓએ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલિ ખામેનેઈ તેઓનાં કુટુમ્બના સભ્યો, રાજકીય નેતાઓ તથા નાગરિકોનાં મૃત્યુ અંગે ઈરાનના પ્રમુખ સમક્ષ ઘેરી સંવેદના વ્યક્ત કરી હતી.

બીજી તરફ રશિયાના સરકારી ટીવી કાર્યક્રમ, ‘મોસ્કો ક્રેમ્બીન પુતિન’ને આપેલી મુલાકાતમાં પશ્ચિમની સત્તાઓ (ખાસ કરીને અમેરિકા) ઉપર આક્ષેપ મુકતા કહ્યું હતું કે, યુક્રેનમાં સત્તા પરિવર્તન કરવાની પશ્ચિમની તેમને લીધે જ આ સંઘર્ષ શરૂ થયો છે, ક્રીમીયાની ઘટનાઓ અને તે પછી દક્ષિણ પૂર્વ યુક્રેનના ડોન બાસ ક્ષેત્રમાં સંઘર્ષ સાથે આ યુદ્ધ શરૂ થયું તે માટે રશિયા જવાબદાર નથી પરંતુ તે પશ્ચિમના દેશોની નીતિઓનું પરિણામ છે.

ઉલ્લેખનીય છે કે પ્રમુખ પુતિનનું આ નિવેદન તેવે સમયે આવ્યું છે કે જ્યારે રશિયા-યુક્રેન વચ્ચે અમેરિકાની મધ્યસ્થતાને લીધે યોજાનારી શાંતિ મંત્રણાનો બીજો દોર અનિશ્ચિત રહ્યો છે.

નિરીક્ષકો હવે તેવી આશંકા સેવી રહ્યાં છે કે, ઈરાન યુદ્ધને લીધે હવે રશિયા અમેરિકા સામસામા આવી ગયા હોય તેવું લાગે છે.



Source link

Related Articles

Back to top button