વડોદરા કોર્પોરેશનની વેરા વસુલાત ઝુંબેશ : રૂ.1.96 કરોડની બાકી વેરા અંગે મકરપુરા એસ.ટી. ડેપો સીલ | Vadodara Corporation sealed Makarpura ST depot due to unpaid tax of Rs 1 96 crore

![]()
Vadodara Corporation : વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રતિ વર્ષ ઉઘરાવતા વિવિધ વેરા પૈકી છેલ્લા કેટલાય વખતથી રૂ.1.96 કરોડથી વધુ બાકી વેરો પડતો હોવાના કારણે પાલિકાની એક્શનમાં આવેલી રેવન્યુ વિભાગ ટીમે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ (જીએસઆરટીસી) સંચાલિત મકરપુરા એસટી ડેપોને સીલ મારી દેવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પેસેન્જર સહિત એસટી બસ પાસવાળા વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પાલિકાના રેવન્યુ વિભાગ દ્વારા સીલ મારવાની કામગીરીમાં માત્ર એક જ એન્ટ્રીગેટ ખુલ્લો રાખવામાં આવ્યો છે. જ્યારે બાકીના તમામ રૂમો સહિત બુકિંગ કાઉન્ટર, એસટી બસ પાસ કાઉન્ટર સહિતના તમામ રૂમો સીલ કરી દેવાતા સમગ્ર ડેપોમાં આવન જાવન કરતી બસો ક્યાંય નહિ દેખાતી હોવાના કારણે બસ ડેપો માત્ર કેટલાક પેસેન્જર બહાર ખુલ્લામાં નજરે પડવા સિવાય સમગ્ર ડેપો સૂમસામ દેખાઈ રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે શહેરના છેવાડે આવેલા મકરપુરા એસટી ડેપોની મિલકતને પાલિકાના રેવન્યુ વિભાગની છેલ્લા કેટલાય વખતથી વેરો ભરવામાં આવતો ન હતો. પરિણામે પાલિકાના વેરાની કુલ રકમ વધીને 1,96,05,784 રૂપિયા જેવી મસ મોટી રકમ બાકી પડતી હતી. આ અંગે પાલિકા દ્વારા સમયાંતરે નિયત બાકી રકમ અંગે ઉઘરાણી કરીને નોટિસો પણ આપવામાં આવતી હતી આમ છતાં પણ જીએસઆરટીસી (ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ) દ્વારા કોઈ કાર્યવાહી થતી ન હતી.
જ્યારે બીજી બાજુ પાલિકા તંત્રના રેવન્યુ વિભાગ વેરા અંગે એક્શન મોડમાં આવી ગયું હતું. જેમાં એક કરોડથી વધુ વેરાની રકમ બાકી હોય તેવા બાકીદારો સામે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી હતી. જેમાં મકરપુરા એસટી ડેપોના વેરાના રૂપિયા 1,96,05,784 બાકી હોવાથી તાત્કાલિક ધોરણે મકરપુરા એસટી ડેપોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પાલિકા રેવન્યુ વિભાગની ટીમ મકરપુરા એસટી ડેપો ખાતે બાકી વેરાની ઉઘરાણી અંગે પહોંચી હતી પરંતુ કોઈ ચોક્કસ જવાબ મળતો ન હતો. પરિણામે પાલિકાની રેવન્યુ વિભાગની ટીમે મકરપુરા એસટી ડેપોને સીલ મારવાની કાર્યવાહી તાત્કાલિક ધોરણે શરૂ કરી હતી. પરંતુ મુસાફરોની આવન જાવન માટે માત્ર એક જ એન્ટ્રીગેટ ખુલ્લો રાખવામાં આવ્યો હતો આ સિવાય મકરપુરા ડેપોના તમામ રૂમને સીલ કરી દેવાયા હતા. એસટી ડેપોનો સીસીટીવી રૂમ પણ રેવન્યુ વિભાગ એ સીલ કરી દીધો હતો. જ્યારે બીજી બાજુ એસટી ડેપોમાં આ કારણે એસટી બસોની આવન જાવન તદ્દન ઓછી થઈ ગઈ હતી જેથી સમગ્ર એસટી ડેપો સુમસામ જણાતો હતો. માત્ર કેટલાક મુસાફરો કે જેમને આ બાબતની જાણકારી ન હતી તેવા ગણતરીના મુસાફરો જ ડેપોની બહારના પેસેજમાં એસટી બસની રાહ જોતા ફરી રહ્યા હતા.
સૌથી મજાની વાત તો એ છે કે એસટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને એસટી ભાડામાં રાહત અંગે આપવામાં આવતા એસટી બસ સ્ટેશન પાસની છેલ્લી તારીખ હોવાથી પાંચ રીન્યુ કરાવવા આવનારાઓ પણ એસટી બસ પાસ રૂમને કરાયેલું સીલ જોઈને હતાશ થયા હતા. હવે છેલ્લી તારીખ હોવાથી એસટી બસનો પાસ કઢાવવા માટે મૂંઝવણમાં મુકાયા હતા. આવી જ રીતે એસટી બસ માટે રિઝર્વેશન કાઉન્ટર સહિત પાર્સલ રૂમ પણ સીલ કરી દેવા હતા માલ સામાનનું પાર્સલ કરવા આવનાર અને આવેલા પાર્સલની ડીલેવરી લેવા આવનારા પણ વીલા મોઢે પરત જતા જોવા મળ્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે પાલીકાના બાકી વેરા અંગે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ક્યારે ભરતા પેસેન્જરો અને એસટી બસ પાસવાળા, બુકિંગ કરાવવા આવનાર પેસેન્જર તથા પાર્સલ વિભાગ ક્યારે શરૂ થાય છે એ જોવું રહ્યું.
હવે, વેરાની 1 કરોડ કે તેથી ઓછા બાકીદારો માટે વિવિધ સ્કીમો કરાશે
વડોદરા મહાનગરપાલિકાના બાકી વેરા અંગે એક્શનમાં આવેલા રેવન્યુ વિભાગ દ્વારા પ્રાથમિક તબક્કે સૌથી વધુ વેરા બાકી રૂપિયા એક કરોડ કે તેથી વધુ વેરાની રકમ બાકી હોય એવા સામે તાત્કાલિક ધોરણે જે તે પ્રોપર્ટીને સીઝ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં પાલિકાના વેરાની કુલ રૂપિયા 1,96,05,784 બાકી પડતા હોવાથી મકરપુરા એસટી ડેપોના તમામ રૂમોને સીલ કરી દેવામાં આવ્યા હતા.
પાલિકાના રેવન્યુ વિભાગ દ્વારા હવે રૂપિયા 50 લાખથી 1 કરોડ સુધીના વેરાની બાકી પડતી રકમ અંગે રેવન્યુ વિભાગ દ્વારા કાર્યવાહી કરાશે. ત્યારબાદ રૂપિયા 25 લાખથી 50 લાખ વેરા બાકી દારૂ સામે કાર્યવાહી કરાશે. અને સૌથી છેલ્લા રૂપિયા 25 લાખથી 1 લાખ સુધીના બાકીદારો સામે કાર્યવાહી કરાશે. આવા બાકીદારો માટે અલગથી વ્યવસ્થા કરીને પાલિકામાં અલગ કાઉન્ટર કરાશે. જ્યાં આવા પાટીદારોને વ્યાજ માફી આપી શકાય એવો કોઈ કાર્યક્રમ પાલિકા દ્વારા નક્કી કરાશે તેમ જાણવા મળ્યું હતું.



