दुनिया

LIVE : ઈરાનના હુમલાઓથી ઈઝરાયલીઓ ભયભીત, કહ્યું – ક્યાં ગઈ શક્તિશાળી યહૂદી સેના અને નેતન્યાહુ સરકાર? | LIVE: US Patriot interceptor malfunctions in Bahrain Israel Iran War Updates


Iran vs Israel-USA War Updates :  ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને 9 દિવસ પૂરાં થઈ ગયા છે ત્યારે 10મા દિવસની શરૂઆતમાં જ ઈરાનમાં નવા સુપ્રીમ લીડરના નામની જાહેરાત કરી દેવામાં આવી જેનાથી અમેરિકા અને ઈઝરાયલ બંને ખિજાયા હતા. આ સાથે નવા લીડર બનતા જ મોજતબા ખામેનેઈ જે આયતુલ્લા ખામેનેઈના દીકરા છે તેમણે ઈઝરાયલ પર કેર વરસાવવાની શરૂઆત કરી દીધી હતી. 

Iran vs Israel-USA War Updates LIVE :  

ઈઝરાયલમાં ઉઠ્યાં વિરોધના સ્વર… 

ઈઝરાયલમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ત્યાંના સ્થાનિક નેતાઓ અને નાગરિકોમાં પોતાની જ સરકાર અને સુરક્ષા વ્યવસ્થા પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. મેટુલા કાઉન્સિલના વડા ડેવિડ અઝુલાઈના જણાવ્યા અનુસાર, ઈઝરાયલના સરહદી વિસ્તારોમાં વીજળી ગુલ છે અને લોકો અંધકારમાં જીવી રહ્યા છે, જ્યારે પાડોશી દેશોના શહેરોમાં બધું જ સામાન્ય રીતે કાર્યરત છે. બેન ગુરિયન એરપોર્ટ ઠપ્પ થઈ ગયું છે અને ઉત્તર ઈઝરાયલના રહેવાસીઓ સતત ડ્રોન હુમલા અને મિસાઈલમારાના ભય હેઠળ જીવી રહ્યા છે. લોકો પોતાની સરખામણી ‘શૂટિંગ રેન્જમાં રહેલા બતક’ સાથે કરી રહ્યા છે અને સવાલ ઉઠાવી રહ્યા છે કે તેમની શક્તિશાળી સેના અને નેતન્યાહુ સરકાર ક્યાં છે જેણે તેમને શાંતિનું વચન આપ્યું હતું. આ સ્થિતિ ઈઝરાયેલની આંતરિક સુરક્ષા અને શાસન વ્યવસ્થાની નિષ્ફળતા તરફ આંગળી ચીંધે છે.

LIVE : ઈરાનના હુમલાઓથી ઈઝરાયલીઓ ભયભીત, કહ્યું - ક્યાં ગઈ શક્તિશાળી યહૂદી સેના અને નેતન્યાહુ સરકાર? 2 - image

બહેરીનમાં BAPCO ઓઈલ કંપની પર હુમલો 

 

સાઉદીમાં વધુ એક અમેરિકન સૈનિકનું મોત, કુવૈતમાં 6 સૈનિકોએ અગાઉ જીવ ગુમાવ્યા હતા 

અમેરિકાએ તેના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર માહિતી આપી હતી કે સાઉદી અરબમાં એક અમેરિકન સૈનિકનું મોત નીપજ્યું છે. જ્યારે અગાઉ કુવૈતમાં પણ 6 અમેરિકન સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા. 

ઈરાનની મિસાઈલોથી ઈઝરાયલનું આકાશ ઉભરાયું 

 

મોજતબા ખામેનેઇ સુપ્રીમ લીડર બનતા ટ્રમ્પનું રિએક્શન 

અમેરિકાના એક મીડિયાના અહેવાલ પ્રમાણે અમેરિકન પ્રમુખે કહ્યું હતું કે મોજતબા ખામેનેઈ ઈરાનના નવા સુપ્રીમ લીડર બનતાં તે નારાજ છે. ટ્રમ્પે જાહેરમાં આ મામલે કોઈ ટિપ્પણી કરવાનું પણ ટાળ્યું હતું અને કહ્યું હતું કે અમે હવે આગળ જોઈશું. 

બહેરીનમાં અમેરિકાની પેટ્રિયટ ઈન્ટરસેપ્ટરમાં ખામી સર્જાઈ, રહેણાક વિસ્તારોને કર્યા ટારગેટ 

બહેરીનથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવી રહ્યા છે. અહીં અમેરિકાની પેટ્રિયટ ઈન્ટરસેપ્ટર એટલે કે ડિફેન્સ સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી. તેણે ઇરાનની મિસાઈલોને નિશાન બનાવવાની જગ્યાએ બહેરીનના જ રહેણાંક વિસ્તારોને નિશાન બનાવતા સવાલો ઊઠ્યા હતા. 

ઈરાને ઈઝરાયલ પર કેર વરસાવ્યો 

ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર નવા સુપ્રીમ લીડર બનતાં જ મોજતબા ખામેનેઈએ ઈઝરાયલ પર હુમલો કરવાની પરવાનગી આપી હતી. જેના બાદથી ઈઝરાયલ સામે અનેક મિસાઈલ અને ડ્રોન ઝીંકવામાં આવ્યા હતા. આ હુમલા બાદ ઈઝરાયલના અનેક વિસ્તારોમાં હાહાકાર મચી ગયો છે. 



Source link

Related Articles

Back to top button