કરમસદ – આણંદ મનપાએ રાજા રણછોડ માર્કેટની 86 ગેરકાયદે દુકાનો તોડી પાડી | Karamsad Anand Municipal Corporation demolishes 86 illegal shops in Raja Ranchhod Market

![]()
– મનપાના એસ્ટેટ વિભાગની કાર્યવાહી
– ગેરકાયદે દુકાન દૂર કરી અંદાજિત 5428 ચોરસ મીટરનો પ્લોટ ખુલ્લો કરાયો, હજુ ઝુંબેશ ચાલુ રહેશે
આણંદ : કરમસદ-આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા આણંદ રેલવે સ્ટેશન સામેના રાજા રણછોડરાય માર્કેટની ૮૬ જેટલી ગેરકાયદેસર દુકાન દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે દૂકાનો દૂર કરીને અંદાજિત ૫૪૨૮ ચોરસ મીટરનો પ્લોટ ખુલ્લો કરવામાં આવ્યો છે.
આણંદ જુના બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન વચ્ચે આવેલ ટી.પી. સ્કીમ નં ૦૧ના ફાઈનલ પ્લૉટ નં. ૨૬૯માં ૧૬૨૬ ચોરસ મીટર, ફાઇનલ પ્લોટ નંબર ૨૭૦માં ૧૦૨૬ ચોરસ મીટર અને ફાઇનલ પ્લોટ નંબર ૨૭૧માં ૨૭૭૬ ચોરસ મીટર મળીને અંદાજિત ૫,૪૨૮ ચોરસ મીટર રસ્તાવાળી મનપાની માલિકીના ઓપન સ્પેસના હેતુવાળા પ્લેટમાં કાચા – પાકા દબાણો દૂર કરવાની કામગીરી કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેમાં મહાનગરપાલિકાના માલિકીનો ઓપન સ્પેસના હેતુ વાળો પ્લોટ ખુલ્લો કરવામાં આવ્યો છે. મનપાના એસ્ટેટ વિભાગના ઇન્સ્પેક્ટર દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, મનપાની જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ કાચા પાકા દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલુ રહેશે.


