मनोरंजन

શાહિદ કપૂરની વેબસીરિઝ ‘ફર્ઝી ટુ’ નું શૂટિંગ શરૂ થઈ ગયું | Shooting of Shahid Kapoor’s web series ‘Farzy 2’ has begun



– શાહિદે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી

– બીજા ભાગમાં શાહિદ ઉપરાંત રાશિ ખન્ના, કે કે મેનન, વિજય સેતુપતિ પણ દેખાશે

મુંબઈ: શાહિદ કપૂરની બહુ વખણાયેલી વેબ સીરિઝ ‘ફર્ઝી’ના બીજા ભાગનું શૂટિંગ શરુ થઈ ગયું છે. ખુદ શાહિદ કપૂરે સેટ પરથી એક ફોટો શેર કરીને આ અંગે જાહેરાત કરી હતી. 

ઓટીટી શોની આલમમાં ટોચના સર્જકો મનાતા રાજ અને ડીકે  અગાઉ જ આ સીરિઝનો બીજો ભાગ બનશે તેવી જાહેરાત કરી ચૂક્યા છે. સીરિઝમાં શાહિદ ઉપરાંત રાશિ ખન્ના, કે કે મેનન તથા વિજય સેતુપતિ સહિતના કલાકારો રીપિટ થવાની સંભાવના છે. 

જોકે, બીજો ભાગ રીલિઝ ક્યારે થશે તેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. 

પરંતુ, એમ મનાય છે કે આ સીરિઝનું શૂટિંગ પૂર્ણ થવામાં આશરે એક  વર્ષ જેટલો સમય લાગી શકે છે. 

શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ તાજેતરમાં રીલિઝ થઈ ચૂકી છે અને હવે તે ‘કોકટેલ ટુ’ રીલિઝ થવાની રાહ જોઈ રહ્યો છે. ‘ઓ રોમિયો’ને મિશ્ર પ્રતિભાવો મળ્યા હતા અને તેમાં શાહિદ કપૂર કરતાં પણ ફિલ્મની લીડ હિરોઈન તૃપ્તિ ડિમરીની એક્ટિંગની વધારે પ્રશંસા થઈ હતી. 



Source link

Related Articles

Back to top button