मनोरंजन
કાજોલની ફિલ્મ ‘માં’નો બીજો ભાગ બને તેવી શક્યતા | Kajol’s film ‘Maa’ may get a sequel

![]()
– કાજોલે ગોળ ગોળ ભાષામાં સંકેત આપ્યો
– ફિલ્મના બીજા ભાગમાં અજય દેવગણની શૈતાનનાં પાત્રો ઉમેરાય તેવી અટકળો
મુંબઈ : કાજોલની ગત વર્ષે રીલિઝ થયેલી ફિલ્મ ‘માં’નો બીજો ભાગ બની શકે છે. ખુદ કાજોલે ગોળ ગોળ ભાષામાં આ સંકેત આપ્યો છે. એક વાતચીતમાં કાજોલે સ્વીકાર્યું હતું કે અમે ‘માં’ ફિલ્મનો બીજો ભાગ બનાવવા વિચાર્યુું છે. જોકે, આ બાબતે આખરી નિર્ણય અજય દેવગણ લેશે.
બોલિવુડ વર્તુળોમાં ચર્ચા છે કે અજય દેવગણ પણ પોતાનું સુપર નેચરલ યુનિવર્સ ઉભું કરવાની ફિરાકમાં છે. આ માટે કાજોલની ‘માં’ ફિલ્મના બીજા ભાગમાં અજય દેવગણની ‘શૈતાન’ ફિલ્મનાં કેટલાંક પાત્રો ઉમેરાય તેવી સંભાવના છે.
જોકે, આ સમગ્ર ચર્ચા બાબતે અજય દેવગણે હજુ સુધી કોઈ ફોડ પાડયો નથી. અજય હાલ તેની ‘દ્રશ્યમ થ્રી’ ફિલ્મમાં વ્યસ્ત છે.



