दुनिया

હોર્મુઝની સમુદ્રધુનિ બંધ થતાં દુબઈમાં માત્ર 8 દિવસ ચાલે તેટલું જ ખાદ્યાન્ન છે | Dubai has only 8 days worth of food after Strait of Hormuz closed



યુ.એ.ઈ.માં વિશેષતઃ દુબઈમાં તાજાં ફળો અને શાકભાજીની ભારે અછત ઊભી થઈ છે : પરિસ્થિતિ વધુ વણસવાની ભીતિ છે

દુબઈ: વિશ્વમાં સૌથી ઊંચી ઈમારત ‘બુર્ઝ-એ-ખલીફા’ ધરાવતી સંયુક્ત આરબ અમીરાતમાં ખાદ્યાન્નની ભારે કટોકટી ઉભી થઈ છે.

મૂળ હકીકત તે છે કે ઈરાન યુદ્ધ અમેરિકાએ ધાર્યા કરતાં ઘણું વધુ લંબાઈ ગયું છે. નીરિક્ષકો કહે છે હોર્મુઝની સમુદ્ર ધુનિ (સ્ટ્રેટસ) ઈરાને બંધ કરતાં સંયુક્ત આરબ અમીરાતમાં ખાદ્ય પદાર્થોની ભારે અછત ઉભી થઈ છે. દુબઈમાં તો પરિસ્થિતિ ઘણી ખરાબ બની છે.

અત્યારે પવિત્ર રમજાન માસ ચાલે છે ત્યારે હાથ મોં ધોઈ પહેલાં ફ્રૂટ ખાવા સાથે રોજા ખોલવાની પરંપરા છે તેવામાં ફ્રૂટ નહીં મળતાં ત્યાં ભારે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. માત્ર ફ્રૂટ જ નહીંં, ફળફળાદી ઉપરાંત શાકભાજીની પણ ખેંચ પડી રહી છે. અહેવાલો જણાવે છે કે આ સાથે અત્યારે યુએઈમાં માત્ર આઠ દિવસ ચાલે તેટલો જ ખાદ્યાન્નનો સ્ટોક છે. તેવામાં જો યુદ્ધ વધુ લાંબુ ચાલ્યું – જે સંભાવના સ્પષ્ટ થતી જાય છે – તો સંયુક્ત આરબ અમીરાત, કતાર અને બહેરિયન બધામાં ખાદ્યાન્નની સ્થિતિ ઘણી જ વણસવા સંભવ છે. કુવૈતમાં પણ તે મુશ્કેલી થશે જ.

ઈરાને હોર્મુઝની સમુદ્રધુનિ (સ્ટ્રેઇટ) બંધ કરતાં ઈરાનના અખાતના દેશો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, તે નિર્વિવાદ છે.

આ દેશો તેમના ૮૦થી ૯૦ ટકા ખાદ્ય પદાર્થો આયાત કરે છે.ગરમ પીણાં માટે ચા, કોફી વગેરે પણ આયાત કરે છે. તેવામાં હોર્મુઝની સ્ટ્રેઈટસ બંધ થતાં દુનિયાના અતિ સમૃદ્ધ દેશો પૈકીના આ દેશો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, તે નિર્વિવાદ છે તેથી માત્ર સી-કાર્ગો જ નહીં, એર-કાર્ગો ઉપર પણ અસર થઈ છે. કારણ કે હવાઈ જહાજો પણ તે વિસ્તારમાં જઈ શકતાં નથી. તેથી તે દ્વારા પણ ખાદ્ય પદાર્થો પહોંચાડવા મુશ્કેલ છે.



Source link

Related Articles

Back to top button