गुजरात

VIDEO | ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનતા ગુજરાતભરમાં ખુશીનો માહોલ, ફટાકડા ફોડીને કર્યું સેલિબ્રેશન | Team India Champions in T20 World Cup 2026 cricket fans Celebration


T20 World Cup 2026: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2026માં ચેમ્પિયન બનતા દેશભરમાં ભવ્ય ઉજવણીનો માહોલ છવાયો છે. જેમાં ગુજરાતના અમદાવાદ, સુરત, અમરેલી, ભાવનગર સહિતના શહેરોમાં ક્રિકેટરસિકોમાં જીતનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અમદાવાદના અનેક વિસ્તારોમાં ક્રિકેટરસિકોમાં ખુશીનો માહોલ

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ બહાર સહિત શહેરના અનેક વિસ્તારોમાં લોકો ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી કરી રહ્યા છે. જેમાં નહેરુનગર, ધરણીધર, નારણપુરા સહિતના વિસ્તારોમાં ક્રિકેટરસિકો ભારતની ભવ્ય જીતની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. 

VIDEO | ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનતા ગુજરાતભરમાં ખુશીનો માહોલ, ફટાકડા ફોડીને કર્યું સેલિબ્રેશન 2 - image

VIDEO | ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનતા ગુજરાતભરમાં ખુશીનો માહોલ, ફટાકડા ફોડીને કર્યું સેલિબ્રેશન 3 - image

VIDEO | ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનતા ગુજરાતભરમાં ખુશીનો માહોલ, ફટાકડા ફોડીને કર્યું સેલિબ્રેશન 4 - image

સાવરકુંડલામાં ફટાકડાની આતિશબાજી

ક્રિકેટના ઈતિહાસમાં બીજી વખત ભારતની ભવ્ય જીતથી અમરેલીમાં ખુશહાલી છવાઈ છે. જેમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ફટાકડાની આતિશબાજી સાથે લોકો ઉજવણી કરી રહ્યા છે. ભારત 2026નો વર્લ્ડકપ જીત્યો છે, ત્યારે ઢોલના તાલે લોકો ડાન્સ કરી રહ્યા છે. દેશભરમાં જશ્નનો માહોલ છે. 

VIDEO | ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનતા ગુજરાતભરમાં ખુશીનો માહોલ, ફટાકડા ફોડીને કર્યું સેલિબ્રેશન 5 - image

ડ્રો શૉના અદભૂત દ્રશ્યો

VIDEO | ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનતા ગુજરાતભરમાં ખુશીનો માહોલ, ફટાકડા ફોડીને કર્યું સેલિબ્રેશન 6 - image 



Source link

Related Articles

Back to top button