गुजरात
જામનગરના કિશન ચોક વિસ્તારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલો એક શખ્સ પકડાયો | A man was caught for smuggling English liquor in Jamnagar

![]()
જામનગરના સિટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે કિસાન ચોક વિસ્તારમાં વોચ ગોઠવી ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા એક શખ્સને ઝડપી લીધો છે, અને ઇંગ્લિશ દારૂ કબજે કર્યો છે.
જામનગરમાં દિગવિજય પ્લોટ શેરી નંબર 49માં રહેતો પ્રશાંત દિનેશપુરી ગોસ્વામી નામનો શખ્સ ગઈકાલે રાત્રે કિશાન ચોક વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈને પસાર થઈ રહ્યો હોવાની બાતમીના આધારે ઝડપી લીધો હતો, અને તેની પાસેથી રૂપિયા 6,720ની કિંમતની 48 નંગ નાની ઇંગ્લિશ દારૂની બાટલી કબજે કરી છે. જેની સામે દારૂબંધી ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.


