गुजरात

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે ‘AI’ સુપર બોસ, અધિકારીઓ પર રાખશે ચાંપતી નજર | AI to Monitor AMC Officials: Ahmedabad Civic Body Upgrades Complaint System



AI to Monitor AMC Officials: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોની નળ, ગટર અને રસ્તા સહિતની 160થી વધુ પ્રકારની અલગ અલગ ફરિયાદ ઓનલાઈન લેવામા આવ્યા પછી તેનો નિકાલ કરવામા આવે છે. જેમાં મોટાભાગની ફરિયાદ સંબંધિત અધિકારી કે કર્મચારી નિકાલ કર્યા વગર જ ફરિયાદ કલોઝ કરી દેતા હતા. હવે કોર્પોરેશનના અધિકારીઓ કે કર્મચારીઓ આમ કરી નહીં શકે. કેમકે આગામી બેથી ત્રણ મહિનામા કોર્પોરેશન સીસીઆરએસ 2.0 અંતર્ગત અનેક ફેરફાર લાવી રહ્યું છે. જેમાં આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સ મારફતે સંબંધિત અધિકારી અને કર્મચારી ઉપર સતત વોચ રહેશે. ફરિયાદ મળ્યા પછી સંબંધિત અધિકારી કે કર્મચારીએ બિફોર અને આફટરના ફોટા અપલોડ કરીને મુકવાનુ ફરજિયાત બનશે. સિસ્ટમના અપગ્રેડેશન પાછળ તંત્ર રુપિયા એક કરોડનો ખર્ચ કરશે.

ફરિયાદ નોંધાવનાર તેનુ નામ અને મોબાઈલ નંબર આપશે

મ્યુનિસિપલ કોર્પોરેશનની ડિજિટલ ગવર્નન્સ સિસ્ટમને એનાલિટીકસ ડેશબોર્ડ રીઅલ ટાઈમ,ફરિયાદ ટ્રેકીંગ, ઝોન કે વોર્ડ મુજબ એનાલીસીસ કરવામા આવશે.કોર્પોરેશન તરફથી અપગ્રેડ કરવામા આવનાર આ સિસ્ટમમાં પ્રાથમિક સુવિધા માટેની ફરિયાદ કરનારાના કોલ ડ્રોપ પણ થશે નહીં. ફરિયાદ નોંધાવનાર તેનુ નામ અને મોબાઈલ નંબર આપશે તેમજ ફરિયાદ અંગે જણાવશે કે તરત સામેથી આ સમસ્યા કેટલા દિવસથી છે તે અંગે પૃચ્છા કરવામા આવશે.

આ પણ વાંચો: 18000 કરોડના બજેટના બણગાં, AMCની તિજોરી તો ખાલી, સરકાર પાસે પૈસાના ફાંફા! 

ટોકન નંબર આપી ફરિયાદીની ફરિયાદ કેટલા સમયમાં હલ થશે તે જણાવાશે. સામાન્ય સંજોગોમાં ગટર ઉભરાવાની ફરિયાદ બે દિવસની અંદર નિકાલ કરવામા આવતી હોય છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યુ, અપગ્રેડ સિસ્ટમમા એઆઈ આધારીત ચેટબોટ વોઈસ ઈનપુટને સપોર્ટ કરશે.જેથી રાત્રિના કોઈપણ સમયે નાગરિકો કોલ સેન્ટર ઉપર નિર્ભર રહ્યા વિના ફરિયાદ કરી શકશે.

એ.આઈ.આધારીત નવી સિસ્ટમમા શુ- શું હશે?

•નાગરિકો એ.આઈ.વોઈસ એજન્ટ દ્વારા સીધા વોઈસ કોલ ઉપર તેમની ફરિયાદ નોંધાવી શકશે.કોલ વેઈટીંગ સમય ઘટશે.ફિલ્ડમાં કાર્યરત અધિકારીઓ દ્વારા કરવામા આવેલી કામગીરીના અપલોડ કરેલા ફોટાની એ.આઈ.દ્વારા ચકાસણી કરવામા આવશે.

•ફરિયાદના વર્ણનના આધારે સિસ્ટમ આપમેળે સંબંધિત વિભાગ અને ફરિયાદનો પ્રકાર ઓળખીને યોગ્ય વિભાગને ફરિયાદ ફોરવર્ડ કરશે.

•એક જ વિસ્તાર અથવા સમાન પ્રકારની અનેક ફરિયાદોને સિસ્ટમ દ્વારા ગુ્પ કરવામા આવશે.

•નાગરિકો દ્વારા અપલોડ કરવામા આવેલા ફોટાનુ એ.આઈ.વિશ્લેષણ કરી સંબંધિત વિભાગને મોકલશે.

•ફરિયાદ ફરીથી ખોલવાની પ્રક્રીયા એ.આઈ.દ્વારા અપલોડ કરવામા આવેલા ફોટાના આધારે ચકાસણી કરીને કરવામા આવશે.જેથી કરીને બાકી રહેલી સમસ્યા માટે ફરિયાદ ફરીથી ખોલી શકાય.



Source link

Related Articles

Back to top button