दुनिया

અમેરિકાએ AIનો ઉપયોગ કરીને ઈરાન પર 12 કલાકમાં 900 હુમલા કર્યા | America carried out 900 attacks on Iran in 12 hours using AI



– AI સિસ્ટમે 1000થી વધુ વિકલ્પો તૈયાર કર્યા હતા

– મેવન, ગોથમ, લેટીસ અને હાઈવમાઈન્ડ જેવી એઆઈ ટેકનોલોજી ડેટા આધારિત નિર્ણયો લેવામાં મદદ કરી રહી છે

વોશિંગ્ટન : મોર્ડન યુદ્ધમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એક મહત્ત્વપૂર્ણ હથિયાર બની રહ્યું છે. ઇરાન સામેના યુદ્ધ દરમિયાન અમેરિકાએ એઆઈનો ઉપયોગ કરીને તાબડતોડ હુમલા કર્યા હતા. જે કામ પહેલા કલાકોમાં થતું હતું તે હવે સેકન્ડોમાં થઈ રહ્યું છે. ઈરાન પર પહેલા હુમલા માટે અમેરિકી આર્મીની મુખ્ય એઆઈ સિસ્ટમ મેવન સ્માર્ટ સિસ્ટમે સેટેલાઈટ તસવીરો અને ડ્રોન ફૂટેજનું વિશ્લેક્ષણ કરીને ૧૦૦૦થી વધુ સંભવિત હુમલાના વિકલ્પો તૈયાર કર્યા હતા. એઆઈ આધારિત સિસ્ટમોનો ઉપયોગ કરીને જ યુદ્ધના પહેલા ૧૨ કલાકમાં અમેરિકાએ મિસાઈલોથી ૯૦૦થી વધુ હુમલા કર્યા હતા.  

રિપોર્ટ મુજબ, પેન્ટાગોને અનેક એઆઈ આધારિત સિસ્ટમો વિકસાવી છે. અમેરિકા દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી પેલેન્ટીર ટેકનોલોજીની મેવન સિસ્ટમને એન્થ્રોપિકના ક્લોડ મોડલ પર બનાવવામાં આવી છે. મેવન યુદ્ધક્ષેત્રમાં વાહનો, હથિયારો અને ઈમારતોને ઓળખીને ટ્રેક કરી શકે છે. જેના કારણે ટારગેટને ઓળખવાનો સમય કલાકોથી ઘટીને એક મિનિટથી પણ ઓછો થઈ જાય છે. પેલેન્ટીરની બીજી સિસ્ટમ ગોથમ રક્ષા અને ગુપ્તચર એજન્સીઓને ડેટા આધારિત નિર્ણય લેવામાં મદદ કરે છે. આ સિસ્ટમ આતંકવાદી નેટવર્કને શોધવામાં મદદ કરે છે. 

ગોથમ એઆઈ આધારિત કિલ ચેઈન સિસ્ટમ ટારગેટ ઓળખીને હુમલા વચ્ચેની કાર્યવાહીમાં મદદ કરે છે. તેના દ્વારા ડ્રોન અને સેટેલાઈટ જેવા સેન્સરોને કામગીરી સોંપી શકાય છે. જ્યારે, લેટીસ નામનું પ્લેટફોર્મ હજારો સેન્સર અને હથિયાર પ્રણાલીઓને જોડીને સેકન્ડોમાં માહિતીનું વિશ્લેષણ કરીને નિર્ણય લેવામાં મદદ કરે છે. હાઈવમાઈન્ડ એઆઈ માનવ નિયંત્રણ વિના ડ્રોન અને આર્મી પ્લેન ચલાવી શકે છે. 

હાઈવમાઈન્ડ ટેકનોલોજી એક સાથે અનેક ડ્રોનને નિયંત્રિત કરીને ડ્રોન સ્વોર્મ બનાવી શકે છે. જે દુશ્મન પર નજર રાખવા અને હુમલા માટે ખૂબ ઉપયોગી નીવડે છે. નિષ્ણાતો માની રહ્યા છે કે, એઆઈના કારણે ભવિષ્યના યુદ્ધ ટેકનોલોજી આધારિત અને વધુ ઝડપી બનશે.



Source link

Related Articles

Back to top button