मनोरंजन

રાણીએ ઓહ માય ગોડેસ ફિલ્મ અમિત રાય સાથેના મતભેદના કારણે છોડી | Rani quits Oh My Goddess due to differences with Amit Rai



– પરિણામે અક્ષયકુમાર સાથે હવે અભિનેત્રીની ફરી શોધ કરવી પડશે

મુંબઇ : અક્ષય કુમાર હાલપોતાની આગામી ફિલ્મને લઇને ચર્ચામાં છે. અભિનેતાને હાલ કારકિર્દી માટે નસીબ સાથ આપી રહ્યું ન હોવાનું જણાઇ રહ્યું છે. તેની ફિલ્મોને એક પછી એક સમસ્યાઓ આવતી જાય છે. હવે તેની આગામી ફિલ્મ ઓહ માય ગોડેસ ફિલ્મની હિરોઇન રાણી મુખર્જીએ ફિલ્મ છોડી દીધી હોવાનું કહેવાય છે.અભિનેત્રીને ફિલ્મ દિગ્દર્શક અનિલ રાય સાથે ક્રિએટિવ ડિફરન્સ થતાં તેણે ફિલ્મ છોડી દેવાનો નિર્ણય લીધો હતો.

રાણી મુખર્જીને સ્ક્રિપ્ટથી લઇને પોસ્ટ-પ્રોડકશન તેમજ અ અન્ય બાબતોને લઇને પોતાના વિચારો હતા. તેનો દ્ઢાગ્રહ હતો  કે દિગ્દર્શકે રાણી મુખર્જીના અનુભવને જોઇને તેના સલાહ-સૂચનો માનવા જોઇએ.  બીજી બાજુ અમિત રાય પોતાની રીતે ફિલ્મને બનાવવા માંગતો  હતો. અમિત અને રાણી મુખર્જીને ઘણી બાબતો પર મતભેદ થવા  લાગ્યો હતો પરિણામે તેમના વચ્ચે ે મનદુઃખ થઇ જતાં રાણી મુખર્જીએ ફિલ્મ છોડી દેવાનો નિર્ણય લઇ લીધો હતો. રાણી મુખર્જીને ફિલ્મની સ્ક્રિપ્ટ બહુ પસંદ હતી અને તેણે ભારે મને આ ફિલ્મ છોડવાનો વિક્લ્પ પસંદ કર્યો હતો. જોકે અક્ષયકુમાર પ્રયાસ કરીરહ્યો છે કે રાણી મુખર્જી આ ફિલ્મનો હિસ્સો બની રહે.જોકે એક વાત એવી પણ છેકે, રાણી મુખર્જીએ ઓહ માય ગોડેસને સાઇન કરીજ નહોતી. પરંતુ અન્ય વિશ્વાસનીય સૂત્રોએ રાણી મુખર્જીને ઓહ માય ગોડેસ માટે ફાઇનલ કરી હોવાનું જણાવ્યું હતું. 



Source link

Related Articles

Back to top button