गुजरात

સુરેન્દ્રનગરની મોરબી કેનાલ પાણી 15 માર્ચથી બંધ કરવામાં આવશે | Morbi Canal water in Surendranagar will be closed from March 15



– 100 કિલોમીટર સુધીનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવશે 

– સુરેન્દ્રનગરથી રાજસીતાપુર સુધી રિપેરીંગ માટે 2.5 કરોડનો ખર્ચ કરાશે, ખેડૂતોની અરજીની આધારે કામ કરાશે  

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં હવે મોરબી બ્રાન્ચની કેનાલ પર ૧૫ માર્ચથી બંધ કરી દેવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોને ઉનાળુ પાકનું વાવેતરના કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી.૧લી માર્ચથી તમામ કેનાલો બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ ગ્રામિણ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય અને તળાવો ભરાઈ જાય ડેમો ભરાઈ જાય તે માટે ૧૫ માર્ચ સુધી કેનાલો શરૂ રાખવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. બાદ તમામ નર્મદાની કેનાલોમાં પાણી બંધ કરી અને રીપેરીંગ કામ હાથ ધરવામાં આવશે.

સુરેન્દ્રનગર મોરબી બ્રાન્ચની કેનાલ રીપેરીંગ પાછળ તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવાનો છે. પરંતુ પ્રથમ તબક્કાનું ટેન્ડર આપી દેવામાં આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગરથી રાજ સીતાપુર સુધી જે પસાર થતી મોરબી બ્રાન્ચની મુખ્ય કેનાલ છે અને માઇનોર કેનાલ છે. તેના રીપેરીંગ કામ પાછળ ૨.૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ નર્મદા વિભાગ દ્વારા કરવામાં આવશે. અંદાજિત ૧૦૦ કિ.મી.થી વધુનું રીપેરીંગ કામ છે. જેમાં માઇનોર કેનાલ છે અને મુખ્ય કેનાલ છે તેનું રીપેરીંગ કામ પ્રથમ તબક્કામાં હાથ ધરવામાં આવશે.

જે ખેડૂતોની રીપેરીંગ કામ કરવા માટેની અરજી મળી છે તે તમામ ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી નર્મદાની કેનાલોમાં યોગ્ય રીપેરીંગ થાય તે માટે તંત્રની ટીમોને પણ કામે લગાવવામાં આવશે. હાલ કોન્ટ્રાક એજન્સીઓને પણ આ અંગેની સૂચના આપી દેવામાં આવી છે અને ૧૫ માર્ચ બાદ તાત્કાલિક કામો શરૂ કરી અને રીપેરીંગ કામ પૂર્ણ કરવા માટેની સૂચના નર્મદા વિભાગના અધિકારીઓને આપવામાં આવી છે. પ્રથમ તબક્કામાં મોરબી બ્રાન્ચને કેનાલ રાજસીતાપુર સુધી રીપેરીંગ કામ કરવામાં આવશે.૧૫ માર્ચથી તમામ કેનાલોમાં પાણી બંધ કરવાનો નિર્ણય પણ તંત્રએ કરી નાખ્યો છે. જે ખેડૂતો ઉનાળુ પાકોનું વાવેતર કરવા વિચારી રહ્યા છે તે ઉનાળુ પાકનું વાવેતર ન કરે તેવી તાકીદ પણ ફરી એક વખત નર્મદા વિભાગે કરી છે.



Source link

Related Articles

Back to top button