गुजरात
સમા કેનાલમાં ડૂબેલા વિદ્યાર્થીનો ચોથે દિવસે ભીમપુરા કેનાલમાંથી મૃતદેહ મળ્યો | body of student found from bhimpura canal

![]()
વડોદરાઃ સમા કેનાલમાં ધૂળેટીને દિવસે ડૂબેલા યુવકનો આજે ચોથે દિવસે સાંજે ભીમપુરા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.
ધૂળેટીને દિવસે મિત્ર સાથે સમા લીલેરિયા પાછળની કેનાલમાં નાહવા ગયેલો અજય શર્મા(પ્રાગજી નગર,સમા)ના મિત્રનો બચાવ થયો હતો.
અજયને શોધવા માટે ફાયર બ્રિગેડની ત્રણ ટીમો કામે લાગી હતી.જ્યારે આજે એસડીઆરએફની પણ ટીમ કેનાલમાં ઉતરી હતી.આ દરમિયાન સાંજે ભીમપુરા ખાતે કેનાલમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.



