गुजरात
જામજોધપુરના શેઠ વડાળા ગામની સીમ વિસ્તારમાં ટોર્ચ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા 5 જુગારીઓ પકડાયા | 5 gamblers caught gambling by torchlight in Sheth Wadala village in Jamjodhpur

![]()
Jamnagar Gambling Raid : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામના વાડી વિસ્તારમાં રાત્રિના અંધારામાં ટોર્ચના અજવાળે જુગાર રમી રહેલા પાંચ શખ્સોની પોલીસે અટકાયત કરી લઇ રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.
જામજોધપુરના શેઠવડાળા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા હસન ઉમરભાઈ ગોગા, ફારુક ઇસ્માઈલભાઈ સંધી, ઇકબાલ પોલાભાઈ સંધિ, લખીયાર ભાઈ સંધી તેમજ મનસુખ જીવરાજભાઈ સુદાણી વગેરેને જાહેરમાં ટોર્ચના અજવાળે ગંજીપાના વડે જુગાર રમવા અંગે પોલીસે પકડી પાડ્યા છે, અને તેઓ પાસેથી રૂપિયા 15,580 ની રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.



