दुनिया

ઈરાન વિરુદ્ધ પાકિસ્તાન પણ અમેરિકાની સાથે મેદાને ઉતરશે? સાઉદીના મંત્રી અને પાક. આર્મી ચીફ વચ્ચે બેઠક | saudi defense minister pakistan army chief meet condemn iran attacks


(PHOTO – X/Saudi Arab Defence Ministry)

Saudi Arabia Pakistan Defense Meeting: મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાને જવાબી કાર્યવાહીમાં સાત દેશોમાં ફેલાયેલા અમેરિકન એરબેઝને નિશાન બનાવીને તબાહી મચાવી છે. આ ભીષણ સંઘર્ષ વચ્ચે સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રી પ્રિન્સ ખાલિદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ અને પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસિમ મુનીર વચ્ચે અબુ ધાબી અને રિયાદ ક્ષેત્રની સુરક્ષાને લઈને હાઈ-લેવલ બેઠક યોજાઈ હતી. રિયાદમાં મળેલી આ બેઠકમાં બંને દેશોએ પ્રાદેશિક સુરક્ષા અને વર્તમાન પડકારો પર ગંભીર ચર્ચા કરી હતી.

સાઉદી અરેબિયા અને પાકિસ્તાને ઈરાનના હુમલાને સખત શબ્દોમાં વખોડ્યો

આ બેઠક દરમિયાન સાઉદી અરેબિયા અને પાકિસ્તાને સંયુક્ત રીતે ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાની નિંદા કરી હતી. સત્તાવાર નિવેદન અનુસાર, બંને પક્ષોએ સ્પષ્ટ કર્યું હતું કે કોઈપણ સમસ્યાનો ઉકેલ માત્ર વાતચીત અને રાજદ્વારી વ્યૂહનીતિ દ્વારા જ લાવી શકાય છે. સાઉદી અરેબિયા અને પાકિસ્તાને મંતવ્ય રજૂ કર્યું હતું કે ઈરાને તેની વર્તમાન નીતિઓ વિશે ફરીથી વિચાર કરવાની જરૂર છે. આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે અમેરિકા અને ઈઝરાયલ સતત ઈરાન અને લેબનોન પર હુમલા કરી રહ્યા છે, જેણે સમગ્ર મુસ્લિમ જગતમાં ચિંતા જન્માવી છે.

આ પણ વાંચો: યુદ્ધ વચ્ચે ટ્રમ્પના મિજાજ ઢીલા પડ્યાં? રશિયાને મોટી રાહતની શક્યતા, ભારતને મળશે ગુડ ન્યૂઝ!

પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે વર્ષો જૂની મિત્રતા

રક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રમાં પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે લાંબા સમયથી ગાઢ સંબંધો રહ્યા છે. આ બેઠકમાં બંને દેશોએ તેમના સંરક્ષણ કરારને આગળ વધારવા અને ગુપ્ત માહિતીના આદાન-પ્રદાનને વધુ મજબૂત કરવા પર સહમતિ દર્શાવી હતી. આ મહત્ત્વપૂર્ણ ચર્ચામાં પાકિસ્તાન તરફથી આર્મી ચીફ આસિમ મુનીર અને મેજર જનરલ મુહમ્મદ જવાદ તારિક હાજર રહ્યા હતા, જ્યારે સાઉદી અરેબિયા તરફથી ચીફ ઓફ જનરલ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ ફૈયાદ બિન હમીદ અલ-રુવેલી સહિતના ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા હતા.


ઈરાન વિરુદ્ધ પાકિસ્તાન પણ અમેરિકાની સાથે મેદાને ઉતરશે? સાઉદીના મંત્રી અને પાક. આર્મી ચીફ વચ્ચે બેઠક 2 - image



Source link

Related Articles

Back to top button