मनोरंजन

Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો | dhurandhar 2 the revenge trailer revealed ranveer singh arjun rampal


Dhurandhar 2 Trailer: આદિત્ય ધરના ડાયરેક્શનમાં બનેલી સુપરહિટ ફિલ્મ ‘ધુરંધર’ની ભવ્ય સફળતા બાદ, હવે તેની સિક્વલ ‘ધુરંધર: ધ રિવન્જ’નું ટ્રેલર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આ ટ્રેલરમાં રણવીર સિંહ એક અત્યંત જોખમી મિશન પર જોવા મળે છે, જેમાં તે RAW એજન્ટ તરીકે ‘હમઝા અલી’ નામનો ગેંગસ્ટર બનીને પાકિસ્તાનના આતંકી નેટવર્કને નેસ્તનાબૂદ કરવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરે છે. ટ્રેલરમાં જોવા મળેલા દમદાર એક્શન સીન્સ, ધારદાર ડાયલોગ્સ અને ભવ્ય સીન્સને કારણે પ્રેક્ષકોમાં આ ફિલ્મને લઈને જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે.

રહેમાન ડકેતના મોત બાદ કોણ સંભાળશે કરાચી અંડરવર્લ્ડની કમાન?

ફિલ્મમાં આ વખતે જંગ વધુ લોહિયાળ અને ખતરનાક બનવાની છે. રહેમાન ડકેતના મૃત્યુ પછી હવે લ્યારીનો નવો બાદશાહ કોણ બનશે તે સવાલ સાથે વાર્તા આગળ વધે છે. ટ્રેલરમાં રણવીર સિંહ ઉપરાંત જસકિરત સિંહ રંગીની એન્ટ્રી પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. જસકિરત સિંહ રંગી એસપી અસલમ સાથે મળીને આઈએસઆઈ(ISI) મેજર ઈકબાલ(અર્જુન રામપાલ) અને અન્ય દુશ્મનો પર કાળ બનીને તૂટી પડે છે. રણવીર સિંહનો આ ઈન્ટેન્સ અવતાર અને બદલાની આગમાં સળગતો તેનો રોલ પ્રેક્ષકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

આ પણ વાંચો: યામી ગૌતમ અને ક્રિતી સેનન વચ્ચે ઓનલાઈન વોર

19 માર્ચ, 2026ના રોજ સિનેમાઘરોમાં ધમાકેદાર એન્ટ્રી કરશે ‘ધુરંધર 2’

રિલીઝની વાત કરીએ તો, ‘ધુરંધર 2’ આગામી 19 માર્ચ, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. મેકર્સ આ ફિલ્મને બ્લોકબસ્ટર બનાવવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. અહેવાલો અનુસાર, ફિલ્મની ટીમ એક શાનદાર બોક્સ-ઓફિસ લોન્ચની તૈયારી કરી રહી છે, જેમાં પેઇડ પ્રીવ્યુનો પણ સમાવેશ થાય છે. ભારતમાં 18 માર્ચના રોજ સાંજે 5 વાગ્યાથી જ આ સ્પેશિયલ પ્રીવ્યુ શરૂ કરી દેવામાં આવશે. ઈદના તહેવાર પર આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરે તેવા પૂરેપૂરા એંધાણ છે.


Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો 2 - image



Source link

Related Articles

Back to top button