સનેસા ગામ નજીક બે કાર અથડાતા આધેડનું મોત | Middle aged man dies after two cars collide near Sanesa village

![]()
– કાર ચાલકે ડિવાઇડર કુદાવી અથડાવી દીધી
– હેબતપુર ગામે રહેતા મિત્રો ભાવનગર થી હેબતપુર ગામે જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
ભાવનગર : વેળાવદર ભાલ વિસ્તારમાં આવેલ સનેસા ગામ નજીક બે કાર અથડાતા આધેડનું મોત નિપજ્યું હતું.
ધોલેરા તાલુકાના હેબતપુર ગામે રહેતા ધીરુભાઈ રામસંગભાઈ પરમાર,અજુભાઈ પરમાર તથા તેમના સબંધીઓ ભગવાનભાઈ મકવાણાની કાર નંબર જીજે ૩૮ બીએફ ૬૪૦૪ મા બેસી ભાવનગર થી હેબતપુર પરત જતા હતા આ સમયે સનેશ ગામ નજીક રોડની સામેથી બાજુ ભાવનગર તરફ તરફથી આવતી કાર નંબર જીજે ૦૬ પીઈ ૬૧૧૨ ના ચાલકે તેની કાર પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી આવી ડીયાઇડર કુદાવી ધીરુભાઈ કાર સાથે ભટકાડી દેતા ઈકો કારમાં સવાર તમામ લોકોને ઇજા પહોંચી હતી.ઈજાગ્રસ્તને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં અજુભાઈ પરમાર નું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે ધીરૂભાઇએ કાર ચાલક વિરૂધ્ધ વેળાવદર ભાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



