मनोरंजन

પ્રિયંકા ચોપરા આ વખતે ઓસ્કરમાં પ્રેઝન્ટર બનશે | Priyanka Chopra will be the presenter the Oscars this time



– પ્રિયંકાને દસ વર્ષ પછી ફરી તક મળી   

– અગાઉ દીપિકા પદુકોણ પણ ત્રણ વર્ષ પહેલાં ઓસ્કરમાં પ્રેઝન્ટર બની હતી

મુંબઈ : પ્રિયંકા ચોપરા આ વખતે ઓસ્કર એવોર્ડ પ્રેઝન્ટ કરશે. આગામી ઓસ્કર નાઈટ વખતે પ્રેઝન્ટરની યાદીમાં રોબર્ટ ડાઉની જુનિયર તથા એની હેથ વે સહિતની સેલિબ્રિટીઓ સાથે પ્રિયંકાનું નામ પણ સામેલ કરાયું છે. પ્રિયંકાએ ખુદ આ સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. 

પ્રિયંકા આ બીજી વખત ઓસ્કર પ્રેઝન્ટ કરશે. અગાઉ તે ૨૦૧૬માં પણ પ્રેઝન્ટર રહી ચૂકી છે. આ પહેલાં ૨૦૨૩માં ભારતમાંથી દીપિકા પદુકોણ પણ ઓસ્કરની પ્રેઝન્ટર બની હતી.આ વર્ષે જ બાફટા એવોર્ડમાં આલિયા ભટ્ટ પણ પ્રેઝન્ટર બની હતી. તેણે બાફટામાં હિન્દી ભાષામાં સ્પીચની શરુઆત કરી સૌનાં દિલ જીતી લીધાં હતાં. 



Source link

Related Articles

Back to top button