ભુજમાં 50થી વધુ ડ્રોન દેખાયા! આકાશમાં રહસ્યમય પદાર્થ જોઈ લોકોમાં ફફડાટ, પોલીસ અજાણ | mysterious lights like drone Show in sky at Bhuj

![]()
Bhuj News : અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે, ત્યારે ભુજના કેટલાક વિસ્તારોમાં આજે(6 માર્ચ, 2026) આકાશમાં ડ્રોન જેવી વસ્તુ દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે. રાત્રિના 10 વાગ્યાની આસપાસ ભુજના કેટલાક વિસ્તારોમાં આકાશમાં ચમકતી વસ્તુ જેવા દ્રશ્યો જોવા મળતાં લોકોમાં ફફડાટ છવાયો છે. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
ભુજમાં આકાશમાં રહસ્યમય પદાર્થ દેખાતા કુતૂહલ
ભુજ શહેરના કેમ્પ વિસ્તાર, સરપટ નાકા, ભીડ નાકા આસપાસના વિસ્તારોમાં આકાશમાં ભેદી પ્રકાશમય પદાર્થ દેખાયા બાદ થોડીક જ ક્ષણમાં ગાયબ થઈ ગઈ હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આ મામલે ભુજના ખગોળવિદ્દે ડ્રોન જેવી દેખાતી વસ્તુ આકાશમાં બહુ ઊંચાઈએ ન હોવાનું જણાવ્યું હતું.
આકાશમાં સંખ્યાબંધ ડ્રોન જેવી કોઈ ભેદી ચીજ વસ્તુ ઉડતી હોવાને લઈને ભુજ પોલીસે તપાસ હાથ ધરી છે.

