दुनिया

ઈરાન હવે સમજૂતી માટે અમેરિકાને કહે છે, પરંતુ મેં કહ્યું હવે ઘણું મોડું થઈ ગયું છે : ડોનાલ્ડ ટ્રમ્પ | Iran is now asking America for an agreement but I said it’s too late now: Donald Trump



– મંત્રણા માટે કોઈ કારણ જ નથી : ઈરાને પહેલાં કહ્યું હતું

– ઈઝરાયેલી દળો અદ્ભૂત કામગીરી કરી રહ્યાં છે : ઈરાનનાં 24 જહાજો 3 દિવસમાં ડૂબી ગયા 60 ટકા યુદ્ધ વિમાનો ખતમ થઈ ગયા છે

વોશિંગ્ટન : મધ્યપૂર્વમાં જામી રહેલા યુદ્ધ વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાને અમેરિકાને કહેવડાવ્યું છે કે, આપણે સમજૂતી સાધીએ તે કઈ રીતે કરવી તે પણ નિશ્ચિત કરીએ. તેના જવાબમાં મેં કહ્યું કે તે વિનંતિ હવે ઘણી મોડી આવી છે, અમેરિકન્સ તેમના કરતાં વધુ તાકાતથી લડી રહ્યા છે. તેઓએ ગુરૂવારે (સ્થાનિક સમય પ્રમાણે) વધુમાં કહ્યું હતું કે, અમેરિકી દળો, ઈઝરાયલી દળો સાથે મળીને લડી રહ્યાં છે. ઈઝરાયલી દળો અદ્ભૂત કાર્યવાહી કરી રહ્યાં છે. તેઓ કલાકે કલાકે ઈરાનનાં મિસાઇલ્સ અને ડ્રોન્સ તોડી રહ્યાં છે.

‘ઈન્ટર માયામી સોકર-ટીમ’ દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતાં ટ્રમ્પે કહ્યું, ‘તેઓ (ઈરાન) હવે હાથ લંબાવે છે. તેઓ કહે છે આપણે સમજૂતી સાધવાનો માર્ગ શોધીએ.’ મેં કહ્યું, ‘હવે ઘણું મોડું થઈ ગયું છે.’ આપણે હવે તેઓ લડે છે તે કરતાં વધુ તાકાતથી લડવું પડશે.

ઈન્ટર-માયામી સોકર ટીમે તેના મહાન ખેલાડી લિયોનલા મેસીના નેતૃત્વ નીચે ૨૦૨૫નો વર્લ્ડકપ જીત્યા પછી વ્હાઈટ હાઉસની મુલાકાત લીધી હતી. તે કલબની વ્હાઈટ હાઉસની તે પહેલી મુલાકાત હતી તે યાદ આપવા સાથે ટ્રમ્પે તેનાં વક્તવ્યમાં ‘ઈન્ટર-માયામી-સોકર-ટીમ’ કરેલાં સંબોધનમાં કહ્યું હતું કે, ‘ઓપરેશન એપિક ક્યુરી’ દ્વારા ઈરાનનાં મીસાઇલ્સ, ડ્રોન્સ અને ઈન્ફ્રાસ્ટકચર્સનો ખાતમો કરી નાખ્યો છે. દર કલાકે તેનાં વિમાનો (યુદ્ધ વિમાનો)નો ખાતમો થઈ રહ્યો છે. તેઓએ ઈઝરાયલી સેનાને ફરી બીરદાવતાં કહ્યું તેઓ અદ્ભૂત કામ કરી રહ્યા છે.

ઈરાનનાં વાયુદળ અને નૌકાદળ વિષે તેમણે કહ્યું, ત્રણ દિવસમાં તેના ૨૪ યુદ્ધ જહાજો જળમગ્ન કરી દીધા છે, તેનું નેવી ખલાસ થઈ ગયું છે. તેમના બધાં જ (યુદ્ધ) વિમાનો ખતમ થઈ ગયા છે, સંચાર વ્યવસ્થા ખતમ થઈ ગઈ છે. ૬૦ ટકા વિમાનો નાશ પામ્યા છે. ૬૪ ટકા સંચાર વ્યવસ્થા ખતમ થઈ ગઈ છે. તેમ પણ પ્રમુખે જણાવ્યું હતું. તેઓએ વધુમાં કહ્યું, ‘પહેલાં જ્યારે મંત્રણા માટે તેમને આમંત્રણ અપાયું ત્યારે તેમણે કહ્યું હતું મંત્રણા માટે કોઈ કારણ જ નથી.’



Source link

Related Articles

Back to top button