गुजरात

વડોદરાના ડેસરમાં પરપ્રાંતિય યુવકનો આપઘાત : પત્નીના અન્ય યુવક સાથે આડો સંબંધ હોવાની શંકા | A migrant youth commits suicide in Vadodara’s Desar



Vadodara : ઉત્તર પ્રદેશના યુવક ડેસર તાલુકાના રાજનગર ગામે રોજીરોટી કમાવવા માટે આવ્યા હતા. જ્યાં તેની પત્નીનો અન્ય યુવક સાથે આડો સંબંધ હોવાનો વહેમ હતો. તેને કારણે ગળાફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના ગાજીપુરા જિલ્લાના બહુ આરા ગામના 27 વર્ષના બીપીનસિહ મહેન્દ્રસિંહ યાદવ રોજીરોટી કમાવા પત્ની સાથે ડેસર તાલુકાના રાજનગરમાં રહેતા હતા. જ્યાં પત્નીને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનો વહેમ તેમને હતો. તેને કારણે ગત સવારે 9:30 વાગે તેઓ પોતાના ઘરે હતા ત્યારે રૂમમાં લોખંડની પાઇપ‌ પર ગમચો બાંધી ગાડીઓ બનાવી ગળાફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું. ડેસર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.



Source link

Related Articles

Back to top button