UPSC CSE 2025ના પરિણામ જાહેર, 958 ઉમેદવાર સફળ થયા, અનુજ અગ્નિહોત્રી ટોપર | upsc civil services exam 2025 result anuj agnihotri toper

![]()
UPSC 2025 Result: સંઘ લોક સેવા આયોગ (UPSC) આજે શુક્રવારે યુપીએસસી સિવિલ સેવા 2025નું ફાઈનલ પરિણામ જાહેર કરી દીધું છે. અનુજ અગ્નિહોત્રીને આ પ્રતિષ્ઠિત પરીક્ષામાં પહેલું સ્થાન મેળવ્યું છે. અનુજ બાદ રાજેશ્વરી સુવે બીજા તો આકાંશ ધૂલશીર્ષે ત્રીજો ક્રમાંક મેળવી મોટી સફળતા હાંસલ કરી છે. ટોપ 10માં 3 મહિલા ઉમેદવારોનું વર્ચસ્વ આ વખતે પણ જળવાયુ છે. 958 ઉમેદવારો વિવિધ સેવાઓ માટે ક્વોલિફાય થયા છે. સંપૂર્ણ પરિણામ સત્તાવાર વેબસાઇટ upsc.gov.in તેમજ upsconline.nic.in જોઈ શકાશે.
ટોપ 10 સ્થાન મેળવનારા ઉમેદવારોની યાદી
1: અનુજ ગ્નિહોત્રી
2: રાજેશ્વરી સુવે એમ
3: આકાંશ ધૂલ શીર્ષ
4: રાઘવ ઝુનઝુનવાલા
5: ઈશાન ભટનાગર
6: જીનિયા અરોરા
7: એ આર રાજા મોહદ્દીન
8: પક્ષલ સેક્રેટરી
9: આસ્થા જૈન
10: ઉજ્જવલ પ્રિયાંક
UPSC રિઝલ્ટ ચેક કરવાની પ્રોસેસ
-સૌ પ્રથમ UPSCની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાઓ.
-હોમ પેજ પર જમણી બાજુએ અથવા ‘Examination’ ટેબમાં “Final Results” અથવા “Written Results” નો વિકલ્પ જોવા મળશે, તેના પર ક્લિક કરો.
-ત્યાં વિવિધ પરીક્ષાઓના નામ હશે (જેમ કે Civil Services Examination). તમારે જે પરીક્ષાનું પરિણામ જોવું હોય તેના લિંક પર ક્લિક કરો.
-રિઝલ્ટ સામાન્ય રીતે PDF ફોર્મેટમાં હોય છે. લિંક પર ક્લિક કરતા જ એક PDF ફાઈલ ખુલશે જેમાં પાસ થયેલા ઉમેદવારોના નામ અને રોલ નંબર હશે.
-PDF ફાઈલ ખુલી જાય પછી, જો તમે મોબાઈલમાં હોવ તો ‘Search’ આઈકન પર અને જો કોમ્પ્યુટર પર હોવ તો Ctrl + F દબાવીને તમારો રોલ નંબર અથવા નામ ટાઈપ કરો.
-ફાઈનલ રિઝલ્ટ જાહેર થયાના થોડા દિવસો પછી UPSC ઉમેદવારોના વ્યક્તિગત માર્કસ જાહેર કરે છે, જે તમે તમારા લોગિન આઈડી (Registration ID) દ્વારા જોઈ શકો છો.
2025ના મે મહિનામાં યોજાઇ હતી પરીક્ષા
UPSC સિવિલ 2025ની પરીક્ષા 25 મે 2025ના રોજ યોજાઈ હતી, જે બાદ 22 ઓગસ્ટથી 31 ઓગસ્ટ 2025 સુધી મુખ્ય પરીક્ષા તો 27 ફેબ્રુઆરી 2026ના પર્સનાલિટી ટેસ્ટ અથવા તો ઈન્ટરવ્યૂ પૂર્ણ થયા હતા. જે બાદ આજે 6 માર્ચના રોજ ફાઈનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, I.A.S.: 180
ઈન્ડિયન ફોરેઈન સર્વિસ, I.F.S.: 55
ઇન્ડિયન પોલીસ સર્વિસ, I.P.S.: 150
Central Services Group ‘A’: 507
Group ‘B’ Services: 195
કુલ 258 ઉમેદવારોનું વેઇટિંગ/રિઝર્વ લિસ્ટમાં
General: 129
EWS: 26
OBC: 86
SC: 08
ST: 06
PwBD: 03



